Not Set/ વડોદરા : સાંવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટબલે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

કોરોના કહેર વચ્ચે વડોદરાના સાંવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સાવલી પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી શિલ્પાબેન વિનુભાઈ ઠાકોર નામની 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલી રહેતી […]

Gujarat Vadodara
3df0b2a708503d079a5c6fea2b432aff વડોદરા : સાંવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટબલે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

કોરોના કહેર વચ્ચે વડોદરાના સાંવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સાવલી પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી શિલ્પાબેન વિનુભાઈ ઠાકોર નામની 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલી રહેતી હતી. શિલ્પાએ ગત રાત્રી દરમિયાન પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘરમાં કોઈ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા સાંવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનની મહિલા શિલ્પાબેન ઠાકોરે કયા કારણોસર આત્યમહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ અંગે તેના પરિવારજનો અને સ્થાનિકો સાથે પૂછપરછ કરી કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.