ગાંધીનગર/ શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અવાર-નવાર સરકારની નીતિઓનો વિરોધ કરતા આવ્યા છે. હાલમાં તે અમરાભાઈ બોરિચાની મોતનો લઇને સરકાર પર શાંબ્દિક પ્રહારો કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
cricket 52 શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અવાર-નવાર સરકારની નીતિઓનો વિરોધ કરતા આવ્યા છે. હાલમાં તે અમરાભાઈ બોરિચાની મોતનો લઇને સરકાર પર શાંબ્દિક પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા મીડિયા સાથે વાર્તાલાભ કરતા જીગ્નેશ મેવાણીએ પોતાને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની વાત કહી હતી. જો કે આજે તેઓ સરકારે કરેલા આંખ આડા કાનનો જવાબ આપવા માટે સચિવાયનાં ગેટ નંબર-1 ખાતે ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ રજૂ કરવાના છે.

Cricket / ઈન્ડિયા-ઈંગ્લેન્ડ આજથી વન-ડે સીરીઝ માટે તૈયાર, દોઢ વાગ્યાથી થશે મેચનો પ્રારંભ

ઉપરાંત જીગ્નેશ મેવાણીએ આજે પોતાના ફેસબુક પેજ પર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા આવતા લોકો સાથે શું થઇ રહ્યુ છે તેનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર લખ્યુ છે કે,  “દલિત આંદોલનકારીઓ ગાંધીનગર ના પહોંચે એ માટે સમગ્ર ગુજરાતમાં નાકાબંધી. વોટર કેનન સાથે પોલીસનો કાફલો ચારેબાજુ તૈયાર. MLA ક્વાર્ટરની બહાર પોલીસ તૈનાત! આ સિવાય અંજાર તાલુકામાં ચંદનભાઈ ચાવડાની અટકાયત કરીને નજર કેદ રાખવામાં આવ્યા છે. મહેસાણા ખાતે રમુજી પરમારની વહેલી સવારે જ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા તથા ટીમની અટકાયત કરીને નજર કેદ રાખવામાં આવ્યા છે. અધેલાઈ ચેક પોસ્ટ પર અશોકભાઈ અને સોહિલ વાઘેલાની અટકાયત કરવામાં આવી છે. સાથે હાર્દિક બોરીચા, કિશોર મકવાણા, ઋત્વિક બોરીચા છે. કાશ આટલી પોલીસ અમરાભાઈ બોરિચાને બચાવવા કામે લગાડી હોત! પોહોંચી શું ખરા વિધાનસભા ગેટ નં 1 પર! જે પણ આવી શકે એમને આવવા વિનંતી.”

cricket 53 શું જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવાનો છે પ્રયત્ન? જાણો શું કહે છે અપક્ષ ધારાસભ્ય?

કોરોનાનો કહેર / દેશમાં કોરોનાનાં નવા કેસ સામે રિકવર કેસ ઘટ્યા, કુલ મૃત્યુઆંક પહોંચ્યો દોઢ લાખને પાર

જીગ્નેશ મેવાણીએ આજે કહ્યુ કે, રાજ્યમાં રિઝર્વેશન એક્ટ નહીં હોવાના કારણે રાજ્યનાં સમગ્ર sc, st, obc નાં લોકોમાં રોષ છે. ઘોઘાનાં અમરાભાઈ બોરીચાનાં ખૂન મુદે PSI ની ધરપકડ કરવામાં આવતી નથી. તેમણે કહ્યુ કે, અમે ઘેરાવો કરવા ના નથી માત્ર પ્લે કાર્ડ લઇ ગેટ.નં.1 પર રૂપાણી સરકારને કહેવા માંગીએ છીએ કે આટલી પોલીસ અમરાભાઈનાં આરોપીને પકડવા લગાવી હોત તો સારું હતું. તેમણે વધુમાં કહ્યુ કે, મને વિધાનસભામાં બોલવા દેવામાં આવતો નથી. સરકાર તરફથી સતત મને ના બોલવા દેવા માંગણી કરવામાં આવે છે. રાજકોટ, અંજાર બધે થી અહીં આવતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. પોલીસે MLA ક્વાટર્સને ઘેરી લીધું છે. તેમ છતા અમે અમારો અવાજ અમે બુલંદ કરીશું. અમારી અટકાયત થાય તો અમે તૈયાર છીએ. વધુમાં તેમણે કહ્યુ કે, PSI કક્ષાનાં માણસોની ધરપકડ કેમ ના થાય, ગૃહ મંત્રીને તેમની સાથે કેવા સંબંધ છે? ઉના કાંડનાં પીડિતોને હજુ ન્યાય મળ્યો નથી. આવા સંજોગોમાં અમે ચૂપ રહી શકીએ નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ