વડોદરા/ ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો…

ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ-અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગાઈ કરતો ઠગ આરોપી ઝડપાયો છે.

Gujarat Vadodara
YouTube Thumbnail 2024 05 02T131856.816 ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો...

Vadodara News: ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ-અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગાઈ કરતો ઠગ આરોપી ઝડપાયો છે. આ આરોપીએ 6.96 લાખ વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આ કમિશન સાથેની રકમ પરત નહી આપીને ઠગાઇ કરનાર આરોપીને સાઇબર ક્રાઇમ પોલીસે સુરતમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના કરાલીબાગ વિસ્તારમાં રહેત આશિકા રાજેશ્વર માંડવકરના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે લોકોને પાર્ટ-ટાઇમ ઓનલાઈન કામ કરવા માટે શોધી રહ્યા છીએ. તેથી તેઓ લાલચમાં આવીને ઓનલાઈન કામ કરવા તૈયાર થઈ ગયા.

જેમાં તેને સોશિયલ મીડિયા પર આઈડી બનાવવાનું અને ગૂગલ પર રિવ્યુ આપવાનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં તેમને કામ માટે વળતર આપવામાં આવ્યું હતું જેથી તેઓ તેમના પર વિશ્વાસ કરી શકે. ત્યારબાદ ભેજાબાજોએ પ્રીમિયમ ટાસ્ક આપવાના  બહાને તેમની પાસેથી 6.93 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.

ટાસ્ક પૂર્ણ થઇ ગયા બાદ તેમના રિવોર્ડ સાથેની રકમ ક્રિપ્ટો વોલેટમાં બતાવતી હતી. જેથી તેઓએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા ઉપાડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા ઉપાડી શક્યા ન હતા. જેથી તેમના સાથે છેતરપિંડી થઇ હોવાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ હતી. જેમાં આરોપી સુરત ખાતે ખાતે રહેતો હોવાની બાતમી મળતા વેનત સાઇબર ક્રાઇમની ટીમે સુરત ખાતે પહોંચી ગઇ હતી અને ઠગ ચેતન ભરત ભાદાણીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં વધુ એક તાંત્રિકના કરતૂતો આવ્યા બહાર

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા

આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’

આ પણ વાંચો:ગુજરાતીઓ, પાંચ દિવસ ભુક્કા કાઢશે ગરમી