વિરોધ/ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું.

Gujarat Others
A 395 વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

આજે નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. એકબાજુ દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પરેશાન છે તો ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મતદાનના દિવસે પણ મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો.

આપને જણાવીએ કે, પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું. મતદાનના દિવસે સરકાર સામે પ્રહારો કર્યા હતા. સરકારને મોંઘવારી સહિતના મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

A 396 વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

આ પણ વાંચો :  બોટાદમાં કોરોના કીટ વગર જ મતદાન શરુ, મતદાતાઓના જીવ જોખમમાં?

પરેશ ધાનાણીએ કહ્યું કે, ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મોંઘી વિજળી, મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ માફિયા બથાવી રહ્યુ છે. મંદી મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપ જાકારો આપવો જરૂરી છે. ગુજરાતમાં મોંઘવારી છે, કૃષિ જગતમાં ખેડૂતનો દીકરો પરેશાન છે.

A 397 વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતદાન પૂર્વે જ કડી અને ઉના નગરપાલિકા ભાજપના ફાળે આવી ચૂકી છે.

Untitled 49 વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

આ પણ વાંચો : લગ્ન પહેલા વરરાજાએ નિભાવી લોકશાહીની ફરજ, પરણવા જતાં પહેલા કર્યું મતદાન

આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.