અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી પડવાની છે. તેમા પણ હીટવેવ (Heatwave) ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન મેમાં 41 ડિગ્રીનો પારો વટાવી જશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવ જોવા મળે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હીટવેવ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. આના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો ભારે ગરમીનો સામનો કરશે. અમદાવાદમાં સાત મેના રોજ દિવસનું તાપમાન 41 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. તેમા પણ બપોરના સમય અંગ દઝાડતી ગરમી પડે છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. આમ હવામાન વિભાગે મે મહિનામાં તાપમાનનો પારો સતત ઉચકાતો રહેશે તેમ જણાવ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ શુષ્ક રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કંડિશન વ્યાપી રહી છે, તેના લીધે ગરમ પવન આવી રહ્યા છે. ખાસ કરીને કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં હીટવેવની પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે