Not Set/ કોંગ્રેસમાં કકળાટ બાદ ભાજપમાં ભડકો, વડોદરાના ત્રણ ધારાસભ્યોમાં નારાજગી

કોંગ્રેસમાં કકળાટ બાદ ભાજપમાં ભડકો થયો છે. વડોદરાના ત્રણ ધારાસભ્યો આ ત્રણેય ધારાસભ્યોએ વડોદરા સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક યોજી હતી. આ ત્રણેય ધારાસભ્યો પક્ષથી નહીં પરંતુ અધિકારીઓથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. અધિકારીઓ તેમનું સાંભળતા નથી વારંવાર રજૂઆત કરી હોવા છતાં કંઇ જ પરિણામ આવતું ન હોવાનો આ ધારાસભ્યોનો આરોપ છે. મધુ શ્રીવાસ્તવ, કેતન […]

Top Stories Gujarat Videos
jalyatra 1 કોંગ્રેસમાં કકળાટ બાદ ભાજપમાં ભડકો, વડોદરાના ત્રણ ધારાસભ્યોમાં નારાજગી

કોંગ્રેસમાં કકળાટ બાદ ભાજપમાં ભડકો થયો છે. વડોદરાના ત્રણ ધારાસભ્યો આ ત્રણેય ધારાસભ્યોએ વડોદરા સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક યોજી હતી. આ ત્રણેય ધારાસભ્યો પક્ષથી નહીં પરંતુ અધિકારીઓથી નારાજ હોવાની માહિતી મળી રહી છે.

અધિકારીઓ તેમનું સાંભળતા નથી વારંવાર રજૂઆત કરી હોવા છતાં કંઇ જ પરિણામ આવતું ન હોવાનો આ ધારાસભ્યોનો આરોપ છે.

મધુ શ્રીવાસ્તવ, કેતન નામદાર અને યોગેશ પટેલ નારાજ થયા છે. વડોદરાના માંજલપુર, સાવલી અને વાઘોડીયાના ત્રણ ધારાસભ્યો વચ્ચે સર્કિટ હાઉસમાં બેઠક ચાલી રહી છે. આ ત્રણે નેતાઓએ પોતાના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અંગે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરવા માટે ભેગા થયા છે.

ધારાસભ્યોએ હજી સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આ અંગે રજૂઆત કરી ન હોવાનું પણ સ્વીકાર્યું હતું. જોકે, આગામી દિવસોમાં પોતાના પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો ઉપર સુધી રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.