સુરત/ BRTSમાં સગીરાની છેડતી, ત્રણ કન્ડક્ટરોની અટકાયત

ચાલુ BRTS બસમાં  તરુણીની છેડતી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ સંજોગોમ બસમાં હાજર ડ્રાઈવર કે કંડક્ટર કોઈ જ તેણીની મદદ માટે આવ્યા ના હતા.

Top Stories Gujarat Surat
k2 BRTSમાં સગીરાની છેડતી, ત્રણ કન્ડક્ટરોની અટકાયત
  • ત્રણેય ઈસમોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા
  • શાહરૂખ શેખ, જયદીપ પરમારની અટકાયત
  • સમીર રમઝાનશા નામના ઇસમોની અટકાયત
  • બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હતી
  • તરૂણીએ માતાને ફોન કરતા તેઓ આવી ગયા હતા
  • પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી આવી

ગતિશીલ ગુજરાતમાં દીકરીઓની સલામતી ને લઈ અવારનવાર સવા થઈ રહ્યા છે. રાજ્યમાં છોકરીઓ સાથે ગેરવર્તન સામાન્ય બાબત બની ગઈ છે. જેમાં પણ સુરત હવે આ મામલે કુખ્યાત બન્યું છે. અહી બળાત્કાર છેડતી અને સરાજાહેર છોકરીની હત્યા હવે સામાન્ય બની ગયું છે.

સુરત શહેરમાં BRTS બસમાં પણ બહેન દીકરીઓ સલામત મુસાફરી નથી શકતી. અને એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ચાલુ BRTS બસમાં  તરુણીની છેડતી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ સંજોગોમ બસમાં હાજર ડ્રાઈવર કે કંડક્ટર કોઈ જ તેણીની મદદ માટે આવ્યા ના હતા.

17 વર્ષની તરૂણી તેની બહેનપણી સાથે 20મી તારીખે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સીટી બસમાં ઘરે આવવ માટે બેઠી હતી. અને બસમાં હાજર અને ફરજ ન હોય તેવા ત્રણ ઇસમો કે જે પણ BRTS માં કંડકટર તારીજે કરી જાણ કરી હતી. અને માતા તાત્કાલિક દીકરીને બચાવવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા.

સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી. બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી.તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શુ કરવું છે. માતાએ કંટ્રોલરૂમમાં 100 નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી.

તરૂણીની માતાએ આ ઘટના અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે શાહરૂખ ફારૂક શેખ (22) (રહે,ગ્રીનવ્યુ એપાર્ટ, જુના ડેપો, ઉમરવાડા), જયદીપ કીમજી પરમાર (19) (રહે, સમર્પણ વિજયનગર,વેડરોડ) અને સમીર નાસીર રમઝાનશા(18)(રહે,મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ)ની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.