ચૂંટણી ઢંઢેરો/ ઉત્તરપ્રદેશમાં આજે અમિતશાહ ભાજપનું ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે

બીજેપી નેતા નીતિન ગડકરી આજે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. અગાઉ 6 ફેબ્રુઆરીએ ભાજપે તેનો ઢંઢેરો બહાર પાડવાનો હતો,

Top Stories India
4 7 ઉત્તરપ્રદેશમાં આજે અમિતશાહ ભાજપનું ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે

યુપી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે. આના બે દિવસ પહેલા આજે ગૃહમંત્રી અમિત શાહ લખનૌમાં બીજેપીનું ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) બહાર પાડશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્ય ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ-પ્રભારી અનુરાગ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ.દિનેશ શર્મા, સંકલ્પ પત્ર સમિતિના પ્રમુખ સુરેશ ખન્ના અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. આ કાર્યક્રમ મંગળવારે સવારે 10:15 વાગ્યે લખનૌના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજાશે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નીતિન ગડકરી આજે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. અગાઉ 6 ફેબ્રુઆરીએ ભાજપે તેનો ઢંઢેરો બહાર પાડવાનો હતો, પરંતુ સ્વર કોકિલા લતા મંગેશકરના અવસાનના સમાચાર બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપે તેનો ઢંઢેરો જાહેર કરવાનું મોકૂફ રાખ્યું હતું.

2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 312 વિધાનસભા બેઠકો જીતીને જંગી જીત મેળવી હતી. 403 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ 39.67 ટકા વોટ શેર મેળવ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટી (SP)એ 47 બેઠકો, બહુજન સમાજ પાર્ટી (BSP)એ 19 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી.