Not Set/ વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે કમિશનની રચના, SC નાં રિટાયર્ડ જજને કરાયા સામેલ

  સુપ્રીમ કોર્ટમાં આજે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની ફરી સુનાવણી થઈ હતી. એન્કાઉન્ટર અંગે ઉદ્ભવતા પ્રશ્નો પર કોર્ટે સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશને સામેલ કરવા જણાવ્યું છે. કોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે રાજ્ય સરકાર જવાબદાર છે અને આ માટે ટ્રાયલ થવી જોઈતી હતી. […]

India
09abb9c9905308af9cae29aff8ed314b વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે કમિશનની રચના, SC નાં રિટાયર્ડ જજને કરાયા સામેલ
09abb9c9905308af9cae29aff8ed314b વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે કમિશનની રચના, SC નાં રિટાયર્ડ જજને કરાયા સામેલ

 

સુપ્રીમ કોર્ટમાં આજે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની ફરી સુનાવણી થઈ હતી. એન્કાઉન્ટર અંગે ઉદ્ભવતા પ્રશ્નો પર કોર્ટે સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશને સામેલ કરવા જણાવ્યું છે. કોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે રાજ્ય સરકાર જવાબદાર છે અને આ માટે ટ્રાયલ થવી જોઈતી હતી. આ મામલે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ આ સમગ્ર મામલામાં ઉત્તર પ્રદેશ સરકાર પર સવાલ ઉઠાવતા તેને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી હતી.

યુપી સરકાર દ્વારા આ એન્કાઉન્ટરને હૈદરાબાદ એન્કાઉન્ટરની સાથે તુલનાને પણ કોર્ટે નકારી કાઠી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હૈદરાબાદ અને વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ વચ્ચે મોટો તફાવત છે. તે મહિલાનો બળાત્કાર કરનાર અને ખૂની હતો. આ પોલીસ જવાનોનો હત્યારો હતો. સીજેઆઈએ કહ્યું કે, તે ખૂબ સ્પષ્ટ છે કે તેલંગાણા કેસનાં આરોપીઓ હથિયારો વિના હતા. શાસન જાળવવા માટે રાજ્ય સરકાર તરીકે તમે (યુપી) જવાબદાર છો.

યુપી પોલીસ વતી હરીશ સાલ્વે અને યુપી સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા છે. તુષાર મહેતાએ સરકારની તરફેણ કરતા એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવ્યું હતું. દુબે વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે તે પેરોલ પર હતો અને કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કોર્ટે કહ્યું કે વિકાસ દુબે વિરુદ્ધ 65 એફઆઈઆર દાખલ થયા બાદ પણ તે પેરોલ પર બહાર આવ્યો હતો. અમને જણાવશો નહીં કે વિકાસ દુબે કોણ હતો. સીજેઆઈએ યુપી સરકારને કહ્યું હતું કે, રાજ્ય સરકાર તરીકે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર છે અને આ માટે ટ્રાયલ થવી જોઈતી હતી.