Not Set/ H-1B વિઝા પર પ્રતિબંધને લઇને મોદી ચિંતિત, US ને દુરંદેશી અભિગમ અપનાવવા કરી અપિલ

નવી દિલ્હી: ટ્રમ્પ પ્રશાસન દ્વારા H1B વિઝામાં મૂકાયેલા કાપ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકા દ્વારા સ્કિલ વર્કરની આવજા મામલે સંતુલિત અને દૂરંદેશીપણું અપનાવવા ભાર આપ્યો હતો. અમેરિકામાં એચ1બી વિઝાની સુવિધામાં કાપ મૂકવાથી ભારતીય સોફ્ટવેર ક્ષેત્રના અનેક પ્રોફેશનલો પર પ્રતિકૂળ અસર પડશે. મોદીએ અમેરિકાના કોંગ્રેસના દ્રિદળીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા કહ્યું કે અમેરિકા પ્રશાસન અને કોંગ્રેસમાં ફેરફાર […]

India
pm 22 02 2017 1487734828 storyimage H-1B વિઝા પર પ્રતિબંધને લઇને મોદી ચિંતિત, US ને દુરંદેશી અભિગમ અપનાવવા કરી અપિલ

નવી દિલ્હી: ટ્રમ્પ પ્રશાસન દ્વારા H1B વિઝામાં મૂકાયેલા કાપ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકા દ્વારા સ્કિલ વર્કરની આવજા મામલે સંતુલિત અને દૂરંદેશીપણું અપનાવવા ભાર આપ્યો હતો. અમેરિકામાં એચ1બી વિઝાની સુવિધામાં કાપ મૂકવાથી ભારતીય સોફ્ટવેર ક્ષેત્રના અનેક પ્રોફેશનલો પર પ્રતિકૂળ અસર પડશે.

મોદીએ અમેરિકાના કોંગ્રેસના દ્રિદળીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા કહ્યું કે અમેરિકા પ્રશાસન અને કોંગ્રેસમાં ફેરફાર બાદ દ્રિપક્ષીય આપલેના મામલામાં પ્રતિનિધિમંડળનું આગમન સારી શરૂઆત છે.

વડાપ્રધાને આ તકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલી હકારાત્મક વાતચીતને યાદ કરી હતી અને પાછલા અઢી વર્ષમાં બંને દેશો વચ્ચે સારા સંબંધો અને એને મજબૂતાઈ આપવામાં કટિબદ્ધતા વિશે જણાવ્યું હતું.

મોદીએ ભારત-અમેરિકા ભાગીદારી માટે કોંગ્રેસના બંને દળોના મજબૂત સમર્થનની પણ પુષ્ટિ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય સાથે ચાલેલા એક ભાષણમાં આ જાણકારી આપવામાં આવી હતી. પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન મોદીએ એ ક્ષેત્રો વિશે પણ પોતાના વિચારોથી અવગત કરાવ્યા હતા.