મારી નાખવાની ધમકી/ તેજ પ્રતાપે કહ્યું- જાનથી મારી નાખવાની મળી ધમકી, સરકાર આપે Y કેટેગરીની સુરક્ષા

તેજ પ્રતાપે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘હાલમાં હું 2MO, સ્ટ્રેન્ડ રોડ, પટના ખાતે રહું છું. ભૂતકાળમાં હું બિહાર સરકારના કેબિનેટ મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યો છું.

Top Stories India
તેજ પ્રતાપે

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્રએ સરકાર પાસે પોતાના માટે Y શ્રેણીની સુરક્ષા આપવાની માંગ કરી છે.   રવિવારના રોજ તેજ પ્રતાપના ઘરે કેટલાક લોકોએ કથિત રીતે હંગામો મચાવ્યો હતો જેના પછી તેણે પોતાની સુરક્ષાની માંગ કરી હતી. તેજ પ્રતાપે પોતાની સુરક્ષા માટે રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં આરજેડી નેતાએ કહ્યું છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

આ પણ વાંચો : વોટિંગ પછી લગાવેલી શાહી ઝડપથી ભૂંસાતી નથી, જાણો કેમ

તેજ પ્રતાપે રાજ્યના ડીજીપીને લખ્યો પત્ર

તેજ પ્રતાપે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘હાલમાં હું 2MO, સ્ટ્રેન્ડ રોડ, પટના ખાતે રહું છું. ભૂતકાળમાં હું બિહાર સરકારના કેબિનેટ મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યો છું. મને દરરોજ હજારો લોકો મળવા આવે છે અને સમયાંતરે મને રાજ્યના નક્સલવાદી વિસ્તારો અને અન્ય વિસ્તારોના લોકોની સમસ્યાઓ વિશે જાણવા મળે છે. તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ મારા ઘરે હંગામો મચાવ્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી, સુરક્ષાના દૃષ્ટિકોણથી, મને Y વર્ગની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવો જોઈએ.’

Y કેટેગરીમાં મળે છે 11 સુરક્ષા કર્મચારીઓ

રવિવારે સાંજે, લોકોનું એક જૂથ પટનામાં તેજ પ્રતાપના નિવાસસ્થાનમાં બળજબરીથી ઘૂસી ગયું અને યુવા આરજેડી ઉપાધ્યક્ષ શ્રીજન સ્વરાજ પર કથિત રીતે હુમલો કર્યો. લોકોએ તેમને જાનથી મારી નાખવાની  ધમકી પણ આપી હતી. Y કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષાકર્મીઓ સામેલ છે, જેમાં બે પીએસઓ (પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ) પણ છે. આ રેન્જમાં કોઈ કમાન્ડો પોસ્ટ નથી.

આ પણ વાંચો :મુંબઈમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે વોટર ટેક્સી,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : ચેન્નાઇ ટીમે શ્રીલંકાના ખેલાડીને ખરીદતા ચાહકોમાં ભારે રોષ,ટ્વિટર પર ટ્રેન્ડ

આ પણ વાંચો : મુસ્લિમ દેશોના સંગઠન OICએ હિજાબ વિવાદ પર આપી તીખી પ્રતિક્રિયા,જાણો

આ પણ વાંચો :મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું,જાણો