Not Set/ પરપ્રાંતિય મજૂરો માટે કાળ બન્યું લોકડાઉન, રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં થયા મોત

કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે પ્રવાસી મજૂરો માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. આ સમય તેમના માટે એક મોટી મુસિબત લઇને આવ્યો છે. લોકડાઉનમાં આજીવિકાની લડતમાં અને વતન પાછા ફરવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં 160 થી વધુ પરપ્રાંતિય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિવિધ રાજ્યોનાં એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લોકડાઉન […]

India
00ac132101ea0569354c29e84b57a7c2 પરપ્રાંતિય મજૂરો માટે કાળ બન્યું લોકડાઉન, રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં થયા મોત
00ac132101ea0569354c29e84b57a7c2 પરપ્રાંતિય મજૂરો માટે કાળ બન્યું લોકડાઉન, રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં થયા મોત

કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે પ્રવાસી મજૂરો માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. આ સમય તેમના માટે એક મોટી મુસિબત લઇને આવ્યો છે. લોકડાઉનમાં આજીવિકાની લડતમાં અને વતન પાછા ફરવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં 160 થી વધુ પરપ્રાંતિય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

919a6a4a50c025a044cfa399dd97206a પરપ્રાંતિય મજૂરો માટે કાળ બન્યું લોકડાઉન, રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં થયા મોત

વિવિધ રાજ્યોનાં એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લોકડાઉન શરૂ થયું ત્યારથી ઓછામાં ઓછા 162 મજૂરો વિવિધ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.મંગળવાર પણ પરપ્રાંતિય મજૂરો માટે અકસ્માતોનો દિવસ સાબિત થયો હતો. જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા માર્ગ અકસ્માતમાં 22 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બિહારમાં નવ મજૂરો, મહારાષ્ટ્રમાં ચાર, ઉત્તર પ્રદેશમાં બે અકસ્માતમાં 6, ઝારખંડમાં એક અને ઓડિશામાં બે મરણ પામ્યા છે. રાજ્યનાં અધિકારીઓએ આ માહિતી આપી છે. બિહારનાં ભાગલપુરમાં નવગછિયામાં મંગળવારે સવારે ટ્રક અને બસની ટક્કરમાં 9 પરપ્રાંતિય મજૂર મૃત્યુ પામ્યા હતા અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. વળી મહારાષ્ટ્રનાં સોલાપુરથી ઝારખંડ તરફ મજૂરોને લઇને આવતી રાજ્ય પરિવહન બસનું યવતમાલમાં અકસ્માત થયુ હતુ. આ અકસ્માતમાં બસનાં ચાલક સહિત 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 22 લોકો ઘાયલ થયાં હતાં.

550fb4d70feb8275347b66ff0da3945e પરપ્રાંતિય મજૂરો માટે કાળ બન્યું લોકડાઉન, રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં થયા મોત

ઉત્તર પ્રદેશમાં મંગળવારે બે અકસ્માત થયા હતા. પ્રથમ અકસ્માત ઝાંસી-મિર્ઝાપુર હાઇવે પરનાં મહોબામાં થયો હતો, જ્યાં પરપ્રાંતીયોથી ભરેલી ટ્રક પલટી ખાઇને ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં અને 17 ઘાયલ થયા હતા. વળી, બીજો અકસ્માત આઝમગઢ જિલ્લામાં બન્યો, જ્યાં કારમાં મુસાફરી કરનારા ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં. આ ઉપરાંત ઓડિશામાં 26 પરપ્રાંતિઓથી ભરેલી બસ એલપીજી ટેન્કર સાથે ટકરાઈ હતી, જેમાં 2 લોકોનાં મોત અને 12 મજૂર ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.