Not Set/ કોરોનાસંકટ પર બોલ્યા મોદી કહ્યુ ટેસ્ટિંગ વધારે રાજ્ય, અફવાઓથી બચે, આપ્યા પાંચ મંત્ર

RT-PCR ટેસ્ટિંગને વધારવું જ પડશે માઇક્રો કંટેન્ટમેન્ટઝોનમાં કરવો પડશે વધારો રસીનો બગાડ થતો અટકાવવો ખાસ જરૂરી વેક્સિનેશન કેન્દ્રોને વધારવામાં આવે વેક્સિનની એક્સપાયરી તારીખનું પણ ધ્યાન રાખવુ પડશે   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધીઓની સાથે કોરોનાના વધતા સંકટને લઇને એક બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ […]

Top Stories India
Modi CM meeting 1 કોરોનાસંકટ પર બોલ્યા મોદી કહ્યુ ટેસ્ટિંગ વધારે રાજ્ય, અફવાઓથી બચે, આપ્યા પાંચ મંત્ર
  • RT-PCR ટેસ્ટિંગને વધારવું જ પડશે
  • માઇક્રો કંટેન્ટમેન્ટઝોનમાં કરવો પડશે વધારો
  • રસીનો બગાડ થતો અટકાવવો ખાસ જરૂરી
  • વેક્સિનેશન કેન્દ્રોને વધારવામાં આવે
  • વેક્સિનની એક્સપાયરી તારીખનું પણ ધ્યાન રાખવુ પડશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધીઓની સાથે કોરોનાના વધતા સંકટને લઇને એક બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ ફરી એકવાર ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટ પર ભાર આપે.  મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ જેવા રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે RTPCR ટેસ્ટ વધારવા ઉપર ભાર આપ્યો છે. તેમણે કહ્યુ છે કે, નાના શહેરોમાં પણ ટેસ્ટીંગ વધારવું પડશે. આ ઉપરાંત તેમણે તમામ રાજ્યોને નિયંત્રણ વધારવા સંકેત આપ્યા છે. દવા પણ અને કડકડાઇ પણ જરૂરી હોવાની વાતને તેમણે એકવાર ફરી અનુસરી હતી. વધુમાં તેમણે કહ્યુ કે,  ગામડાઓમાં સંક્રમણ ફેલાશે તો મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જેને લઇને તેમણે રાજ્યોની સરકારને ખાસ ધ્યાન આપવા કહ્યુ છે.

વળી તેમણે દેશમાં રસીકરણની ગતિને પણ વધારવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યુ કે, વેક્સિન દેશમાં કોરોના સામે અકસીર હથિયાર છે. જો કોરોના મહામારીને રોકવી જે તો આ વેક્સિન ખુબ જરૂરી છે. વળી કોરોના રસીનો બગાડ ના થાય તે પણ જરૂરી હોવાનુ તેમણે જણાવ્યુ છે.  આ ઉપરાંત તેમણે કહ્યુ કે, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો કરવો પડશે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. પાછલા એક સપ્તાહમાં દેશમાં સતત નવા કોરોના સંક્રમિતોમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો એવા છે જ્યાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે દેશમાં વેક્સિનેશનનું પણ કામ સતત ચાલી રહ્યુ છે.

વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની વચ્ચે બેઠકમાં કોરોનાના કેસોને લઇને પ્રેજેન્ટેશન આપવામાં આવ્યું. જેમાં 70 જીલ્લા એવા છે જ્યાં 150% કરતાં વધારે ગતિથી કોરોનાના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ લગભગ ડબલ રફ્તારથી કેસો વધી રહ્યા છે. ૧પ માર્ચ સુધીના આંકડાઓ પ્રમાણે પંજાબ, ગુજરાત, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સ્થિતી વધારે ચિંતાજનક છે. જો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં રસીકરણનું કામ સક્રિય રીતે ચાલી રહ્યુ છે.