ઉત્તર પ્રદેશ (UP) કેડરના વરિષ્ઠ IPS અધિકારી દીપક રતનનું દિલ્હીમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. દિપક રતનના અકાળે અવસાનથી પોલીસ વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દીપક રતન 1997 બેચના IPS અધિકારી હતા. તેઓ IAS કામિની રતન ચૌહાણના પતિ પણ હતા. દીપક રતન મૂળ મધ્યપ્રદેશના ભોપાલનો વતની હતો. યુપીમાં તેઓ ઘણા જિલ્લાઓમાં લાંબા સમય સુધી એસપી તરીકે તૈનાત હતા. અલીગઢ રેન્જમાં આઈજી તરીકે નિયુક્ત થયા બાદ તેઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા હતા
નોંધનીય છે કે IPS ઓફિસર દીપક રતનનું દિલ્હીમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. દિપક રતનના અકાળે અવસાનથી પોલીસ વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેઓ 1997 બેચના IPS અધિકારી હતા.