પ્રહાર/ ભાજપના અમિત માલવિયાએ પેટ્રોલના ભાવ ઘટાડવા મુદ્દે મમતા પર સાધ્યું નિશાન

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલા પછી, 10 ભાજપ શાસિત રાજ્યોએ પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાનો ઘટાડો કર્યો છે.

Top Stories India
mamta ભાજપના અમિત માલવિયાએ પેટ્રોલના ભાવ ઘટાડવા મુદ્દે મમતા પર સાધ્યું નિશાન

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દેશભરમાં તેલની કિંમતો પર અસર થઈ છે.  કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલા પછી, 10 ભાજપ શાસિત રાજ્યોએ પણ તેલની કિંમતોમાં વધારાનો ઘટાડો કર્યો છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.

 

 

 

તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ઈંધણની કિંમતો વિશે બોલનાર મમતા બેનર્જીએ છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ બંને પર રાજ્યના ટેક્સમાં તીવ્ર વધારો કર્યો હતો, જ્યારે કેન્દ્રએ ન કર્યો. હવે જ્યારે કેન્દ્રએ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, તો શું તેઓ ઘટાડશે? રાજ્ય વેટ ઘટાડીને આ દિવાળીને પશ્ચિમ બંગાળ માટે આનંદદાયક બનાવો?

ઉલ્લેખનીય છે  કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ ભારતીય જનતા પાર્ટી શાસિત 10 રાજ્યોએ તેલની કિંમતોમાં ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે. આ દસ ભાજપ શાસિત રાજ્યો છે – આસામ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ₹5 અને ₹10નો ઘટાડો કર્યો છે.