Not Set/ કાનપુર એન્કાઉન્ટર પર CM યોગી અને તેમની ‘ઠોક દેગે’ નીતિ રહી ફેઇલ : અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કાનપુર એન્કાઉન્ટરમાં પોલીસ જવાનોની શહાદત માટે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ‘ઠોક દેંગે‘ નીતિને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના માટે સીએમ યોગી આદિત્યનાથ સંપૂર્ણ જવાબદાર છે. તેમણે ‘ઠોક દેંગે‘ નીતિનાં નામે લોકોને મારવાનું શરૂ કર્યું હતુ. તેમણે કહ્યું કે, યોગી આદિત્યનાથે તેમની ‘ઠોક દેગે‘ નીતિમાં ફેરફાર કરવો […]

India
448601e8bf37bd57b7a8a17716f1c076 1 કાનપુર એન્કાઉન્ટર પર CM યોગી અને તેમની 'ઠોક દેગે' નીતિ રહી ફેઇલ : અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કાનપુર એન્કાઉન્ટરમાં પોલીસ જવાનોની શહાદત માટે ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઠોક દેંગેનીતિને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના માટે સીએમ યોગી આદિત્યનાથ સંપૂર્ણ જવાબદાર છે. તેમણે ઠોક દેંગેનીતિનાં નામે લોકોને મારવાનું શરૂ કર્યું હતુ.

તેમણે કહ્યું કે, યોગી આદિત્યનાથે તેમની ઠોક દેગેનીતિમાં ફેરફાર કરવો જોઈએ. આપણે બંદૂકોનાં જોરે દેશ કે રાજ્યની સત્તા ચલાવી ન શકીએ. તમારે બંધારણ અને કાયદાનાં બળ પર દેશ ચલાવવાનો રહેશે.

ઓવૈસીએ જણાવ્યું હતું કે, એક ગુનેગાર કે જેના પર 60 કેસ નોંધાયેલા છે અને જેની જામીન પોલીસે અને સરકારે રદ્દ કરી નહોતી તેણે આ બધા પોલીસ અધિકારીઓની હત્યા કરી દીધી. ત્યારબાદ તેમણે કહ્યું કે, સીએમ યોગીએ તે ખાતરી આપવી જોઇએ કે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવે અને એન્કાઉન્ટરનાં નામે તેને ન મારવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.