Political/ અખિલેશનાં નિવેદન પર CM યોગીનો પ્રહાર, કહ્યુ- હવે તેઓએ એમ કહેવાનુ પણ કર્યુ શરૂ..

દેશનાં સૌથી મોટા રાજ્ય, ઉત્તર પ્રદેશમાં, 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિક હુમલાઓ ચાલી રહ્યા છે. રાજકીય પક્ષો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે…

India
Makar 20 અખિલેશનાં નિવેદન પર CM યોગીનો પ્રહાર, કહ્યુ- હવે તેઓએ એમ કહેવાનુ પણ કર્યુ શરૂ..

દેશનાં સૌથી મોટા રાજ્ય, ઉત્તર પ્રદેશમાં, 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિક હુમલાઓ ચાલી રહ્યા છે. રાજકીય પક્ષો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ સીએમ અખિલેશ યાદવનાં નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગીએ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, જે લોકો રામ કાલ્પનિક છે એમ કહેતા હતા, હવે તેઓએ એમ પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે રામ તો સૌ નાં છે આ પરિવર્તન આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને સપાનાં વડા અખિલેશ યાદવે ભગવાન શ્રી રામ પર 15 ડિસેમ્બરે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ બધાનાં છે. અમે ભગવાન વિષ્ણુનાં તમામ અવતારોમાં વિશ્વાસ કરીએ છીએ અને તેઓ તેમની પત્ની બાળકો સાથે અયોધ્યા દર્શન-પૂજન કરવા માટે આવશે. સાથે એમ પણ કહ્યું કે, શું આપણે રામને માનતા નથી. અમારી આસ્થા બધા દેવી, દેવતાઓમાં છે. રામ સમાજવાદીઓનાં પણ છે. આપને જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લેશે અને ભગવાન શ્રી રામનાં દર્શન કરશે. મીડિયા સાથે વાત કરતાં તેમણે શ્રીરામ એરપોર્ટનાં વિસ્તારીકરણમાં જમીન સંપાદનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અમે અહીંના વિકાસની વિરુદ્ધ નથી. જો ખેડૂતો જમીન આપી રહ્યા છે, તો તેમનું જીવન બગાડવું જોઈએ નહીં. તેમના સર્કલ રેટમાં છ ગણો વધારો થવો જોઇએ, આ સપાની માંગ છે, પરંતુ સરકાર તેમને પરેશાન કરી રહી છે.

યોગી સરકારની આકરી ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું કે, સરકાર પાસે આટલા પૈસા છે, તે ખેડૂતોને મદદ કેમ નથી કરી રહી. તેમણે એક ઉદાહરણ આપ્યું કે જ્યારે અમારે એક્સપ્રેસ વે માટે જમીન લેવાની હતી, ત્યારે અમે કોઈ પણ ખેડૂતને દુઃખી નહોતા કર્યા. ત્રણ-ચાર મહિનામાં, ખેડૂતોએ 302 કિ.મી.માં જમીન આપવાનું કામ કર્યું, તેથી અહીં મુશ્કેલી શું છે. અહીં પોલીસનાં જોરે તેઓ ખોટા કેસ મૂકીને જમીન લેવા માંગે છે. અખિલેશ યાદવે આશ્વાસન આપ્યું હતું કે જો સપાની સરકાર આવશે, તો તેમણે આવા પુણ્ય કાર્યો માટે છ ગણુ વળતર ચૂકવવું પડશે તે તે પણ આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો