કૃષિ આંદોલન/ અમિત શાહ સાથે ખેડૂતોની બેઠક પૂર્ણ, ખેડૂત નેતા અમરસિંહે જણાવ્યું કે સરકાર તુરંત નિવેડો લાવે

કૃષિ વિશે કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો અને મહત્વનો દિવસ છે. 40 ખેડૂત નેતાઓની સરકાર સાથેની વિજ્ઞાન ભવનમાં વાતચીત ચાલી રહી હતી. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં આ મીટીંગ ચાલી રહી હતી. મિટિંગની પહેલા તમારે ખેડૂતો સાથેની ચર્ચાના સકારાત્મક પરિણામ અંગે આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ ગૃહમંત્રી અમિત […]

Top Stories India
corona 13 અમિત શાહ સાથે ખેડૂતોની બેઠક પૂર્ણ, ખેડૂત નેતા અમરસિંહે જણાવ્યું કે સરકાર તુરંત નિવેડો લાવે

કૃષિ વિશે કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો અને મહત્વનો દિવસ છે. 40 ખેડૂત નેતાઓની સરકાર સાથેની વિજ્ઞાન ભવનમાં વાતચીત ચાલી રહી હતી. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં આ મીટીંગ ચાલી રહી હતી. મિટિંગની પહેલા તમારે ખેડૂતો સાથેની ચર્ચાના સકારાત્મક પરિણામ અંગે આશા વ્યક્ત કરી હતી.

બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ પંજાબ ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જણાવ્યું હતું કે ગૃહમંત્રીને અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોની સમસ્યાઓ નો તુરંત જ નિવેડો લાવવામાં આવે. આ મુદ્દા પર પંજાબની વ્યવસ્થા અને દેશની સુરક્ષા અને મોટુ અસર થઇ રહી છે. ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે તુરંત જ આ મામલાને નિપટાવવામાં આવે.

ખેડૂતો સાથેની બેઠકમાં રેલ મંત્રી પિયુષ ગોયલ વાણિજ્ય તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા મીટીંગ પહેલા પ્રકાશે જણાવ્યું હતું કે વાતચીત દ્વારા સમાધાન માટે આશા છે કે જેનાથી ખેડૂતો અને સરકારને બંનેને વાંધો ન હોય. સરકાર જણાવી ચૂકી છે કે MSPની વ્યવસ્થા ચાલુ રહેશે અને આ બાબત લેખિતમાં દેવા માટે પણ તેઓ તૈયાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો