Not Set/ યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મખ્યમંત્રી એનડી તિવારીનું નિધન

યુપીના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીનું નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત ખરાબ હતી. તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. Former UP and Uttarakhand CM ND Tiwari passes away at Max Hospital in Saket. #Delhi pic.twitter.com/tavfHc73Bp— ANI (@ANI) October 18, 2018 જણાવી  દઈએ કે, એનડી તિવારી 1952માં પહેલી વાર ધારાસભ્ય બન્યા. એનડી […]

Top Stories India
9ebf9d3a 9df7 11e7 ba2d 20fa1b34073f યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મખ્યમંત્રી એનડી તિવારીનું નિધન

યુપીના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીનું નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત ખરાબ હતી. તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.

જણાવી  દઈએ કે, એનડી તિવારી 1952માં પહેલી વાર ધારાસભ્ય બન્યા. એનડી તિવારી 1976માં પહેલી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પાંચ વાર ધારાસભ્ય રહ્યા અને ત્રણ વાર યુપીના સીએમ રહ્યા હતા. 1980માં તિવારી પ્રથમ વાર લોકસભા પહોંચ્યા હતા, જ્યાં ઈન્દીરા ગાંધીએ એમને યોજના મંત્રી બનાવ્યા હતા. બાદમાં તિવારી નાણાં, વિદેશ જેવા કેટલાક મોટા મંત્રાલય પણ સાંભળ્યા હતા.

કહેવામાં આવે છે કે રાજીવ ગાંધીના મોત બાદ પ્રધાનમંત્રી પદની દોડમાં તિવારી સૌથી આગળ હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા, અને પ્રધાનમંત્રી પદથી હાથ ધોવા પડ્યા.

N D Tiwari meet36215 e1539861148941 યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મખ્યમંત્રી એનડી તિવારીનું નિધન

ત્યારબાદ વર્ષ 2000માં ઉત્તરાખંડ રાજ્ય બન્યું, વર્ષ 2002માં ઉત્તરાખંડના મુખ્યમંત્રી બની, એનડી તિવારીએ ઇતિહાસ રચ્યો. બે રાજ્યના મુખ્યમંત્રી બનનારા તેઓ એકલા રાજનેતા બની ગયા. વર્ષ 2007માં તેઓ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ પણ બન્યા હતા.

જોકે, એનડી તિવારીનો વિવાદોથી પણ સંબંધ રહ્યો, વર્ષ 2009માં તેઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ ગયા. જેથી એમને રાજ્યપાલ પદેથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું.