Not Set/ રેગિંગનાં નામે 150 MBBS વિદ્યાર્થીઓનાં સર મૂંડન કરાયા, યુનિવર્સિટી તંત્રની અચાનક ખુલી આંખ

દેશમાં રેગિંગનાં કારણે અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઇને કડક કાયદો પણ અમલમાં મુકવામાં આવ્યો છે પરંતુ તેની કોઇ ખાસ અસર થઇ રહી હોય તેવુ લાગી રહ્યુ નથી. ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના ઈટાવાનાં સૈફઈમાં સ્થિત ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સની છે. જ્યા 7 […]

India
16998672751566711862540419676 રેગિંગનાં નામે 150 MBBS વિદ્યાર્થીઓનાં સર મૂંડન કરાયા, યુનિવર્સિટી તંત્રની અચાનક ખુલી આંખ

દેશમાં રેગિંગનાં કારણે અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઇને કડક કાયદો પણ અમલમાં મુકવામાં આવ્યો છે પરંતુ તેની કોઇ ખાસ અસર થઇ રહી હોય તેવુ લાગી રહ્યુ નથી. ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના ઈટાવાનાં સૈફઈમાં સ્થિત ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સની છે. જ્યા 7 સીનિયર MBBS વિદ્યાર્થીઓએ જૂનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરતા તેમના માથાનાં વાળ કાપી મૂંડન કર્યુ હતુ. જે ઘટના પ્રકાશમાં આવતા ભારે દબાણ બાદ આ 7 સીનિયર વિદ્યાર્થીઓને સજાનાં ભાગરૂપે યુનિવર્સિટીથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, ભારે દબાણ વચ્ચે, ઇટાવાનાં સૈફઇ સ્થિત ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ (યુપીયુએમએસ) નાં વહીવટીતંત્રએ હવે 2018 બેચનાં સાત એમબીબીએસ વિદ્યાર્થીઓને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. આ વિદ્યાર્થીઓ પર જુનિયર વિદ્યાર્થીઓની સાથે રેગિંગ કરવા અને માથુ મુંડવાનો આરોપ છે. તમામ આરોપીઓને 25-25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

યુનિવર્સિટીનાં ડીને જણાવ્યું હતું કે, સંસ્થાનાં કર્મચારીઓ વિરુદ્ધ તેમની બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે, કેમ કે તેમણે વહીવટને જાણ ન કરી. સુત્રોએ જણાવ્યું કે આ સાત આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ ઉપરાંત, 2018 બેચનાં તમામ 150 વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા દંડ પણ કરવામાં આવ્યો છે. આ નિર્ણય શનિવારે લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ છાત્રાલયનાં મેનેજરને સસ્પેન્ડ કરી દીધા હતા, ઉપરાંત વિદ્યાર્થી કલ્યાણનાં ડીનને કાઢી નાખ્યાં હતાં અને બનાવનાં દિવસે સુરક્ષા કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કર્યા હતા.

વળી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક બેઠક માટે યુનિવર્સિટીનાં કુલપતિ રાજ કુમારને સમન્સ મોકલ્યું છે. UPUMS અગાઉ આ ઘટનાને નકારી હતી અને પરંપરા અને મોડ્યુલિટીઝની રચનાને ટાંકીને રેગિંગનો બચાવ પણ કર્યો હતો. ગત અઠવાડિયે મંગળવારે, એમબીબીએસનાં સીનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષનાં લગભગ 150 વિદ્યાર્થીઓનું માથું મુંડ્યું હતું અને કેમ્પસમાં તેમને માર્ચ કરાવી હતી.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) એ આ ઘટના અંગે કુલપતિને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. કાઉન્સિલે 24 કલાકની અંદર કાર્યવાહી નહીં કરવા બદલ યુનિવર્સિટીને 1.5 કરોડ રૂપિયાનો દંડ લાદવાની ધમકી આપી હતી. જિલ્લા અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં રેગિંગની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ યુનિવર્સિટી વહીવટીતંત્રએ પણ આ ઘટનાની કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.