question/ મધ્યપ્રદેશની સિવિલ સર્વિસ પરીક્ષામાં પુછાયો સવાલ ‘શું ભારતે કાશ્મીર પાકિસ્તાનને સોપવું જોઇએ?

મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રવિવારે રાજ્ય સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી

Top Stories India
15 7 મધ્યપ્રદેશની સિવિલ સર્વિસ પરીક્ષામાં પુછાયો સવાલ 'શું ભારતે કાશ્મીર પાકિસ્તાનને સોપવું જોઇએ?

મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રવિવારે રાજ્ય સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. એમપી સ્ટેટ સર્વિસ પ્રિલિમ પરીક્ષા (MPPSC પરીક્ષા)માં પૂછવામાં આવેલા એક પ્રશ્નની બધે ચર્ચા થઈ રહી છે. સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું કાશ્મીર પાકિસ્તાનને આપવાનો નિર્ણય લેવો જોઈએ? આ પ્રશ્નમાં 2 દલીલો પણ આપવામાં આવી હતી અને 4 જવાબોમાંથી કોઈપણ એકને માર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલી દલીલ હતી – હા, આનાથી ભારતના પૈસા બચશે. બીજી તરફ, બીજી દલીલ હતી – ના, આવા નિર્ણયથી સમાન માંગમાં વધુ વધારો થશે.

મધ્યપ્રદેશની આ રાજ્ય કક્ષાની પરીક્ષામાં પૂછાયેલા આ વિવાદાસ્પદ પ્રશ્નને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. MPની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ આ પ્રશ્નને ખોટો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે   આ પરીક્ષા મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC) દ્વારા લેવામાં આવે છે. જો કે આ પ્રશ્નના વિવાદ બાદ હજુ સુધી આયોગ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.