Gujarat/ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં લેન્ડગ્રેબીંગ મામલે 6 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો

નવસારી જિલ્લામાં લેન્ડગ્રેબીંગનો વધુ એક ગુનો નોંધાયો છે. જિલ્લામાં ખેરગામની આ ઘટના છે. ખેરગામના વાડ ગામે 6 શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 29T125439.409 નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં લેન્ડગ્રેબીંગ મામલે 6 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો

નવસારી જિલ્લામાં લેન્ડગ્રેબીંગનો વધુ એક ગુનો નોંધાયો છે. જિલ્લામાં ખેરગામની આ ઘટના છે. ખેરગામના વાડ ગામે 6 શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. આ 6 શખ્સ ખેડૂતો છે જેઓએ વેચાણે લીધેલી જમીન પર કબજો કરી લેતા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જેના પર કબજો કરવામાં આવ્યો તે જમીન બાબુભાઈ આહિર નામના ખેડૂતની છે. 2015માં ખેડૂત બાબુભાઈ આહિરે જમીનની ખરીદી કરી હતી. ખેડૂત બાબુભાઈની માલિકીની જમીન પર અન્ય 6 ખેડૂતો દ્વારા જબરજસ્તી કબજો કરી લીધો હતો. આ મામલે બાબુભાઈ આહિરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી.

ખેરગામમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા મામલાની તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. હાલમાં બાબુભાઈ ખેડૂતની ફરિયાદ પર 6 લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા મામલે ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસર પગલા લેતા વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ખેરગામ તાલુકો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલો છે. ખેરગામની જમીનમાં શેરડી, ડાંગર, ચીકુ અને જુદા-જુદા શાકભાજીનું ઉત્પાદન થાય છે. ખેડૂતો જમીન પર સારો પાક મેળવી સારી કમાણી કરી લેતા હોય છે. ખેરગામની જમીન ફળદ્રુપ માનવામાં આવે છે. આથી બાબુભાઈ આહીર ખેડૂત જમીનની ખરીદી કરી ખેતી કરવાનું વિચાર્યું. પરંતુ વેચાણે લીધેલ તેમની જમીન પર અન્ય 6 ખેડૂતોએ ભેગા મળી ગેરકાયદેસર રીતે કબજો કરી લેતા તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ નવસારીમાં લેન્ડગ્રેબીંગની ઘટના સમાચારોમાં જોવા મળી હતી. જેમાં એક દંપતીએ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી સરકારી કચેરીમાં પોતાના નામની જમીન બતાવી તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યો હતું. આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરીયાદ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.