health update/ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની તબિયતમાં સુધારો

ઉલ્લેખનીય છે કે, જામનગરના પસાયા બેરાજા ખાતે યોજાઇ રહેલા ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમિયાન રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે……..

Top Stories Gujarat
Beginners guide to 92 1 કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની તબિયતમાં સુધારો

Rajkot News: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છેલ્લા 18 દિવસથી ICUમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી સારવાર લઇ રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્વસ્થ હોવાના કારણે તેમને સિનર્જી હોસ્પિટલમાંથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડૉક્ટર્સે રાઘવજી પટેલને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, જામનગરના પસાયા બેરાજા ખાતે યોજાઇ રહેલા ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમિયાન રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે અનેક નેતાઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ તેમના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછ્યા હતા તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તબીબોના સંપર્કમાં રહ્યા હતા.

રાઘવજી પટેલને પહેલા જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

આ પણ વાંચો:બોલિવૂડના સ્ટાર કપલના ઘરે પારણું બંધાશે, દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી