Not Set/ પાકિસ્તાનનાં PM ઈમરાન ખાને એકવાર ફરી આલાપ્યો કાશ્મીર રાગ

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જો કે પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવાની એક પણ તક છોડતુ નથી. જણાવી દઇએ કે, ફરી એકવાર આ ધૂન પાકિસ્તાનનાં વડાપ્રધાને વગાડ્યું છે.

Top Stories World
Untitled 11 પાકિસ્તાનનાં PM ઈમરાન ખાને એકવાર ફરી આલાપ્યો કાશ્મીર રાગ

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જો કે પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવાની એક પણ તક છોડતુ નથી. જણાવી દઇએ કે, ફરી એકવાર આ ધૂન પાકિસ્તાનનાં વડાપ્રધાને વગાડ્યું છે. ઇમરાન ખાને કહ્યું છે કે જ્યાં સુધી ભારતીય સરકાર જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં.

વાતાવરણમાં પલટો / દેશનાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર રાગ ગાતા કહ્યું છે કે, જ્યાં સુધી નવી દિલ્હી જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં. 5 ઓગસ્ટ, 2019 નાં રોજ ભારતે કલમ 37૦ ની મોટાભાગની જોગવાઈઓને રદ કરી, જે જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જા સાથે જોડાયેલી હતી. ઈમરાન ખાને કહ્યું, “જ્યાં સુધી ભારત 5 ઓગસ્ટનાં નિર્ણયને પાછો નહીં ખેંચે… પાકિસ્તાનની સરકાર કોઈ પણ કિંમતે ભારત સાથે વાટાઘાટો કરશે નહીં.”

મોટી જાહેરાત / ઘરનાં કમાઉ સભ્યની કોરોનાથી મોત થાય છે તો સરકાર આપશે પેન્શન

અગાઉ વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરૈશીએ કહ્યું હતું કે, હાલમાં ભારત સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી, પરંતુ જો નવી દિલ્હી કાશ્મીર અંગેની નીતિઓમાં સુધારો કરે અને કાશ્મીરનાં લોકોને રાહત આપે તો વાતચીત થઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો હોઈ શકે નહી કારણ કે તે સંયુક્ત રાષ્ટ્રનાં એજન્ડામાં છે અને તેના પર સુરક્ષા પરિષદનાં અનેક ઠરાવો છે. “ભારત સતત કહેતું રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને દેશ તેની પોતાની સમસ્યાઓ હલ કરવા સક્ષમ છે.

sago str 10 પાકિસ્તાનનાં PM ઈમરાન ખાને એકવાર ફરી આલાપ્યો કાશ્મીર રાગ