Not Set/ છેલાજી રે… મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ ” પાટણના વિશ્વવિખ્યાત પટોળાની એક વિશેષતા રહી છે, અને એટલે જ તો પાટણનું પટોળું પ્રખ્યાત છે. પાટણના પટોળા તો લોકગીતોમાં પણ સ્થાન પામ્યા છે, ત્યારે આ પટોળા હવે નવરાત્રીના નવા રૂપ અને રંગમાં પણ જોવા મળી રહ્યા છે. ” છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો”આ […]

Top Stories Gujarat Others
patolu 4 છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ ” પાટણના વિશ્વવિખ્યાત પટોળાની એક વિશેષતા રહી છે, અને એટલે જ તો પાટણનું પટોળું પ્રખ્યાત છે. પાટણના પટોળા તો લોકગીતોમાં પણ સ્થાન પામ્યા છે, ત્યારે આ પટોળા હવે નવરાત્રીના નવા રૂપ અને રંગમાં પણ જોવા મળી રહ્યા છે.

patola છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

” છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો”આ લોકગીત તો તમે સાંભળ્યું જ હશે… પાટણના પટોળા ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ પ્રસિદ્ધ છે. નવરાત્રીનો પર્વ આવ્યો છે ત્યારે અવનવા ચણિયાચોળી પહેરવાનો મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.  ત્યારે પાટણની મહિલાઓમાં ખાસ પ્રકારના પટોળા પહેરીને ગરબે ઘૂમવાનો ક્રેઝ રહેતો હોય છે. ઐતિહાસિક પાટણ એ પટોળાનું પાટણ પણ કહેવાય છે.

patolu 5 છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

પરંતુ આ પટોળું મૂળ મહારાષ્ટ્રનું છે. લગભગ એક હજાર વર્ષ પહેલા મહારાષ્ટ્રનું પટોળુ પાટણમાં આવ્યું અને આજે આ પટોળુ પાટણનું ઘરેણું બની ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પટોળુ કોઈ મશીનથી નહીં પણ માત્ર અને માત્ર હાથવણાટથી જ તૈયાર થાય છે, અને તેની અન્ય એક વિશેષતા એ છે કે તેને બંને બાજુ પહેરી શકાય છે.

patolu 2 છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

પટોળુ કોઇ કેમિકલ રંગોથી નહી પણ કુદરતી રંગોથી જ બને છે, રેશમના ખાસ પ્રકારથી બનેલા પટોળા મશીનરી થકી બનાવવાના પ્રયાસ ઘણી વખત કરાયા છે.  છતાં આજદિન સુધી કોઈ પાટણના પટોળા જેવી કરામત કરી શક્યું નથી.

patola 3 છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… ‘પટોળુ’ પાટણનું ઘરેણું

આ પટોળા પહેરીને ગરબે રમવું હોય તો તેના છ માસ પહેલા અહીં ઓર્ડર આપવાથી જ આ પટોળા આપને મળી શકે છે. જોકે આ પટોળાની ચણિયાચોરી 60,000 રૂપિયાથી લઈને બે લાખ સુધીની તૈયાર કરવામાં આવી રહી છે,  જેને લોકો પહેરીને ગરબે ઘુમશે.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.