Not Set/ સુરતના ડિંડોલીમાં તબીબે સારવારના બહાને મહિલા દર્દીનો વીડિયો ઉતાર્યાનો આક્ષેપ

સુરત: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બે બનાવો અત્યંત ધૃણા ઉપજાવે તેવા બન્યા છે. ત્યારબાદ આજે ફરી આ જ વિસ્તારમાં હેલ્થકેર તબીબ પર અશ્લિલ વીડિયો ઉતારતો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડોકટર મહિલા સાથે છેડતી કરી રહ્યો છે અને તેમના કપડા ઉતારી વીડિયો ઉતારે […]

Top Stories Gujarat Surat Trending
Surat a complaint against the medical body of a medical patient

સુરત: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બે બનાવો અત્યંત ધૃણા ઉપજાવે તેવા બન્યા છે. ત્યારબાદ આજે ફરી આ જ વિસ્તારમાં હેલ્થકેર તબીબ પર અશ્લિલ વીડિયો ઉતારતો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડોકટર મહિલા સાથે છેડતી કરી રહ્યો છે અને તેમના કપડા ઉતારી વીડિયો ઉતારે છે. જેને લઇને ડિંડોલીમાં આવેલ શૈલ સંજીવની હેલ્થ કેર સેન્ટર ખાતે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતુ અને તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આયુર્વેદિક તબીબે મહિલાઓના અશ્લિલ વીડિયો ઉતાર્યો હોવાના આક્ષેપ બાદ વિરોધ કરાયો

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શૈલ સંજીવની હેલ્થ કેર સેન્ટરના તબીબ સામે 145 મહિલા દર્દીઓની અશ્લીલ ક્લીપ બનાવી હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતી મહિલાની છેડતી કરવાની સાથે તેનો વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ મહિલા દર્દીઓના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

મહિલા દર્દીના પરિવારજનો સહિતના લોકોનું ટોળુ ઉમટી હેલ્થ કેર સેન્ટર ખાતે દોડી આવ્યું હતું. આ દરમિયાન ટોળાએ મહિલાની છેડતી સાથે તેનો વીડિયો ઉતારતા હોવાની તબીબ સામે ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મહિલા દર્દીના પરિવાર દ્વારા તબીબ અને કમ્પાઉન્ડરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો.

આ મામલે દર્દીઓના સગાં વહાલાં સહિતના લોકોના ટોળાએ પોલીસ સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે, આ તબીબ તેની પાસે સારવાર લેવા આવતી મહિલાઓને સારવારના નામે તેની આંખે પાટા બાંધી દેતો હતો અને ત્યાર બાદ તેને સારવારના બહાને તેમનાં કપડાં ઉતારીને પ્રાઇવેટ પાર્ટર્સનો વિડિયો ઉતારી લેતો હતો.

આ ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ડિંડોલી પોલીસે આક્ષેપ કરનાર મહિલાના ભાઇને વીડિયો લેવા મોકલ્યો હતો, પરંતુ તે મોડી રાત સુધી પરત આવ્યો ન હતો. આથી પોલીસ દ્વારા આ ઘટના અંગે કોઇ ગુનો દાખલ કર્યો ન હતો.

આ પછી બીજી તરફ મહિલાના ભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે વીડિયો પૂરાવો છે તે સમયે પોલીસે તેને પૂરાવો લેવા મોકલ્યો હતો પરંતુ તે પરત નહીં આવતા હવે પોલીસ પણ ઉંડાણ પૂર્વક તપાસ કરી સાચી માહિતી એકઠી કરી આગળની તપાસ હાથ ધરશે.

મોડી રાત્રે અસંખ્ય લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગંભીર પગલા લેવા વિનંતી કરી હતી પરંતુ પોલીસે કહ્યું હતું કે,પૂરાવાઓ એકઠા થયા બાદ જ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.