National/ Islam the only solution – બિલ ઉપર લખવું પડ્યું ભારે….

એક વેપારી બિલ સ્લિપના અંતે ‘ Islam the only solution’ લખીને પ્રિન્ટ આપી રહ્યા હતા.  પોલીસ હેડક્વાર્ટરની સાથે સાથે અધિકારીઓ વહીવટી સ્તરે પણ પૂછપરછ કરતા રહ્યા

Top Stories India
બિલ સ્લિપ ના અંતે ' Islam the only solution' લખીને પ્રિન્ટ આપી રહ્યા હતા. 

કાનપુરનો એક વેપારી ગ્રાહકોને આપવાના બિલ સ્લિપ પર વાંધાજનક ધાર્મિક ભાષા પ્રિન્ટ કરીને બીલ આપી રહ્યો હતો. બીલ ઉપર ધાર્મિક લખાણ પ્રિન્ટ કરવાના આરોપસર આ વેપારી સામે કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક ગુપ્તચર એકમ (LIU) ઉપરાંત, ગુપ્તચર બ્યુરો (IB) અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ લાંબી પૂછપરછ કરી અને આરોપી વેપારીને કસ્ટડીમાં લીધા બાદ નોટિસ આપી. વેપારીએ પોલીસને લેખિત માફી આપતા કહ્યું કે તેનો કોઇનો ઇરાદો કોઇની લાગણી દુભાવવાનો નથી. હમણાં માટે તેને મુક્ત કરવામાં આવ્યો છે.

આ વેપારી બિલ સ્લિપના અંતે પ્રિન્ટ ‘ Islam the only solution’ લખાણ લખી રહ્યા હતા.માહિતી મળતા જ પોલીસ કમિશનર અસીમ અરુણે તપાસના આદેશ આપ્યા હતા.  પોલીસે આરોપી વેપારીને પકડી પાડ્યો હતો. જાણવા મળ્યું કે રબરના વેપારીનું નામ મોહમ્મદ સલીમ છે, તે મેસ્ટન રોડ સ્થિત મેડા બજારનો રહેવાસી છે. પોલીસને આપેલી લેખિત માફીમાં સલીમે કહ્યું છે કે પોપ્યુલર ટ્રેડિંગ કંપનીના નામે તેપેઢી ચલાવે છે. તેના પિતા સ્વ.મોહમ્મદ હસીન 10 વર્ષ પહેલા બિલ બનાવવા માટે મશીન લાવ્યા હતા.  તેમણે બિલ સ્લિપ પર લખેલ Islam the only solution’ લખાવ્યું હતું.  ત્રણ વર્ષ પહેલા પિતાનું અવસાન થયું.

દિવસભર પૂછપરછ: રબરના બિઝનેસમેન સલીમની ધરપકડ બાદ કાનપુરથી લખનૌ સુધી વાતાવરણ ગરમ થયું હતું. સમગ્ર દિવસ દરમિયાન સરકારી સ્તરેથી આ બાબતે અપડેટ લેવામાં આવ્યા હતા. પોલીસ હેડક્વાર્ટરની સાથે સાથે અધિકારીઓ વહીવટી સ્તરે પણ પૂછપરછ કરતા રહ્યા. પ્રથમ સલીમને LIU દ્વારા લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં IB અને ATS એ પણ સાણસામા લીધો હતો.

મુંબઈ ડ્રગ્સ કેસ / સમીર વાનખેડે : નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે

National / યુપી મંત્રીનું વાહિયાત નિવેદન – 95% લોકો પેટ્રોલનો ઉપયોગ કરતા નથી, મુઠ્ઠીભર લોકો ફોર વ્હીલર ચલાવે છે

Farmer protesters / રાકેશ ટીકૈતની મોટી જાહેરાત, સરહદ ખાલી કરી દિલ્હીમાં સંસદ પર ધરણા કરશે

Technology / નોકિયા C30 બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ,  Jio એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

Technology / ફેસબુકને 520 કરોડનો દંડ, સમગ્ર મામલો ગીફી સાથે સંબંધિત છે