સુરત,
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયોથી ખાનગી હોસ્પિટલ ચર્ચાઓમાં રહે છે. ત્યારે હવે શહેરની મંજુરાગેટ રીંગરોડ પર આવેલ નિર્મલ હોસ્પિટલના તબીબોની બેદરકારી સામે આવી છે. સતત 15 દિવસ હોસ્પિટલમાં રાખેલ દર્દી મૃત હોવા છતાં પણ વેન્ટીલેટર પર આખીને દર્દીના પરિવારજનો પાસેથી પૈસા પડાવી લીધા હોવાનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે.
મહત્વનુ છે કે, ઉધનાના ભીમનગર ખાતે રઘુનાથ હીરેન શેદાણે 15 દિવસ પહેલા ખુરશી પરથી પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.ત્યારે તેમણે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ નિર્મલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાર બાદ હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. અને તાત્કાલિક પૈસા ભરવા માટે કહેવામા આવ્યુ.પરિવાર જનો દ્વારા રઘુનાથની તબિયત સારી થાય તે માટે પૈસાથી વ્યવસ્થા કરીને હોસ્પિટલમા પૈસા ભર્યા હતા.