Morbi News: જેતપર ગામે ખાનગી કંપનીના હાઈટેન્શન વીજલાઈન પ્રોજેક્ટ સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન (Jetpar Farmers Protest) હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મોરબી તાલુકાના જેતપર ગામમાં ખેડૂતોની જમીનમાંથી પસાર થનારી વીજલાઈન અને તેના માટે ઊભા કરવામાં આવતા વિશાળ વીજપોલને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન તેમની સંમતિ લેવામાં આવી નથી અને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી.
Jetpar Farmers Protest: વીજલાઈન પ્રોજેક્ટ વિરુદ્ધ જેતપરના ખેડૂતો એક થયા
આ મુદ્દે ગામના 9 ખેડૂતો સતત આમરણ ઉપવાસ પર બેઠા છે. તેમની માંગ છે કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને જમીનધારકોને ન્યાય મળે. ઉપવાસી ખેડૂતોના સમર્થનમાં હવે ગામના અન્ય ખેડૂતો પણ ખુલ્લેઆમ મેદાને આવ્યા છે.
રવિવારે જેતપર ગામમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે 15 ખેડૂતોએ સામૂહિક મુંડન કરાવી વિરોધ (Jetpar Farmers Protest) નોંધાવ્યો. ખાસ વાત એ છે કે આ ખેડૂતોના ખેતરોમાંથી વીજલાઈન પસાર થતી નથી અને તેમને સીધી અસર પણ થતી નથી. તેમ છતાં ગામના અન્ય ખેડૂતો સાથે એકતા દર્શાવવા અને તેમની લડતને સમર્થન આપવા માટે તેમણે આ પ્રતિકાત્મક પગલું ભર્યું.
ખેડૂતોનું કહેવું છે કે આ લડાઈ માત્ર થોડા ખેડૂતો (Jetpar Farmers Protest)ની જમીનનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગામના સ્વાભિમાન અને ખેડૂતોના અધિકારો સાથે જોડાયેલો મુદ્દો છે. તેમણે જણાવ્યું કે જો ઉપવાસી ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, જરૂર પડશે તો સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહના માર્ગે ચાલીને મોરબી જિલ્લાભરમાં આંદોલન વિસ્તૃત કરવામાં આવશે. હાલ ગામમાં ઉપવાસ અને વિરોધ કાર્યક્રમો યથાવત છે, જ્યારે ખેડૂતો ન્યાયની માંગ સાથે એકજૂટ દેખાઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યભરના ખેડૂત સંગઠનોનું પણ ધ્યાન ખેંચ્યું છે. હવે આગામી દિવસોમાં વહીવટી તંત્ર અને સંબંધિત કંપની દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 30 જૂને રસ્તા રોકો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:સાણંદના ડરણ ગામે પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ
આ પણ વાંચો:સુરતમાં નેશનલ હાઈવે-56 બાયપાસનો વિરોધ ઉગ્ર, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
