Vadodara News : વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર સ્કૂલ કોમ્પ્લેક્સની તપાસ કરી હતી. જો કે, તપાસમાં કંઈ જ મળ્યું ન હતું.
મળતી માહિતી મુજબ, નવરચના સ્કૂલમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી ભર્યો ઈમેલના મામલામાં NIA ના મોસ્ટ વોન્ટેડ મુપલ્લા લક્ષ્મણના ઈ-મેલ પરથી તમિલનાડુના DGPના પુત્રીના નામે આ ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. mail2tor.com નામના ડાર્કવેબ પરથી ધમકીભર્યો ઈ-મેઇલ મોકલાયો હતો. આ મામલે પોલીસે કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ધમકી NIAના મોસ્ટ વોન્ટેડ મુપલ્લા લક્ષ્મણના ઈ-મેલ પરથી મોકલવામાં આવી હતી. તેણે ડાર્ક વેબ પરથી તમિલનાડુના DGPના પુત્રીના નામે આ ધમકી આપી હતી.ધમકીમાં ડ્રગ્સ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ ધમકી ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા માટે આપવામાં આવી છે.
પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ આ ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે NIAને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
