NTA Clarifies NEET Abu Dhabi Controversy: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યોજાનારી NEET UG 2026 ની રી-એક્ઝામ પહેલાં નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે સીધું ભારતની બહાર અબુ ધાબી (UAE) ફાળવવામાં આવતા દેશભરમાં મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો હતો. આ ગંભીર વિવાદ પર હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરીને બધી જ શંકાઓ અને અફવાઓનો અંત આણી દીધો છે. NTA નું સ્પષ્ટ કહેવું છે કે, આ કોઈ ટેકનિકલ ખામી કે ઓનલાઈન સિસ્ટમની ભૂલ નહોતી, પરંતુ ખુદ વિદ્યાર્થીના રજિસ્ટર્ડ લોગિન આઈડી દ્વારા જ અબુ ધાબી કેન્દ્રની પસંદગી કરવામાં આવી હતી.
ડિજિટલ રેકોર્ડ અને NEET સેન્ટરમાં કરાયેલો સુધારો
NTA ના સત્તાવાર વેબ-એક્ટિવિટી રેકોર્ડ્સ અનુસાર, વિદ્યાર્થીના પોતાના પર્સનલ લોગિન ક્રેડિશિયલ્સનો ઉપયોગ કરીને જ આ એક્ઝામ સેન્ટર બદલવામાં આવ્યું હતું અને બે અલગ-અલગ વાર તેનું પ્રિવ્યૂ પણ ચેક કરાયું હતું. એજન્સીએ જણાવ્યું કે રી-એક્ઝામ માટે એક્ઝામ સિટી કરેક્શન વિન્ડો ખોલવામાં આવી હતી, જેનો દેશભરના આશરે 3.2 લાખ ઉમેદવારોએ લાભ લીધો હતો અને NTA એ તેમાંથી 99.5% થી વધુ વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગીનું જ શહેર ફાળવ્યું છે.
જોકે, આ વિવાદ સોશિયલ મીડિયા પર ગરમાયા બાદ, 19 મી જૂનની સાંજે (પરીક્ષાના બરાબર 48 કલાક પહેલાં) NTA ને વિદ્યાર્થીનું કેન્દ્ર અબુ ધાબીથી બદલીને નાગપુર કરવા માટે એક અનૌપચારિક વિનંતી મળી હતી. પરીક્ષાનો સમય ખૂબ જ નજીક હોવા છતાં, વિદ્યાર્થીનું આખું વર્ષ કે ભવિષ્ય ન બગડે તે હેતુથી NTA ના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સંવેદનશીલ પગલાં લીધા હતા. તેમણે તે જ સાંજે વિદ્યાર્થીના પિતાનો સીધો સંપર્ક સાધ્યો હતો અને સત્તાવાર વહીવટી પ્રક્રિયા તાબડતોબ પૂરી કરીને તેનું એક્ઝામ સેન્ટર બદલીને નાગપુર કરી આપ્યું હતું, જેથી વિદ્યાર્થી પોતાના જ શહેરમાં શાંતિથી પરીક્ષા આપી શકે.
આ પણ વાંચો: ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ
આ પણ વાંચો:હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો
આ પણ વાંચો: NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર

