Amreli News/ અમરેલીમાં ફરજમાં બેદરકારી દાખવનારા 14 પોલીસ કર્મી સસ્પેન્ડ

હેડક્વાર્ટરના અલગ અલગ પોલીસ કર્મચારીઓની ગાર્ડ ઉપરની ડ્યુટી અંગે ચકાસણી કરવામાં આવી હતી

Top Stories Gujarat

Amreli News : ફરજમાં બેદરકારી બદલ એક સાથે 14 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયાઅમરેલી જિલ્લામાં એક સાથે 14 પોલીસ કર્મીઓને ફરજમા બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડ્યુટી પર સતત ગેરહાજર રહેતા આ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી આ 15 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લામાં એક સાથે 15 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ બેડામાં આ કર્મચારીઓ પર એક્શન લેવાતા ફફડાટ ફેલાયો છે. જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહીને લીધે ફરજમાં ગુલ્લી મારનારા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફરજમાં બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.અમરેલી જિલ્લામાં જેલગાર્ડ,સિવિલગાર્ડ,ટ્રેજરી ગાર્ડ,ઈવીએમ ગાર્ડ,ઇમરજન્સી સિવિલ ગાર્ડ અલગ અલગ ગાર્ડ ઉપર ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

હેડક્વાર્ટરના અલગ અલગ પોલીસ કર્મચારીઓની ગાર્ડ ઉપરની ડ્યુટી અંગે ચકાસણી કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી ASP વલય વૈદ્ય દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરતા આ 15 કર્મચારીઓ ગેર હાજર જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ્દ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીઅને કૃષિમંત્રીને લખ્યો પત્ર

આ પણ વાંચો:મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ : CCI સર્વરના ધાંધિયાથી રાજ્યભરમાં ખેડૂતો પરેશાન

આ પણ વાંચો:ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી, 200 મણ પ્રતિદિન ખરીદી