વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ
સમગ્ર ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય માં કોરોના કેસો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિ માં ધારાસભ્ય પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી તેમજ હોસ્પિટલ માં સારવાર લેતા દર્દી ઓના ખબર અંતર પૂછ્યા હતા.તેમજ સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા કોરોના દર્દી ઓની સારવાર સારી રીતે કરવામાં આવે છે કેમ તે અંગે ની વિગતો મેળવી હતી.2 દિવસ પહેલા પણ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલા ખૂટી પડ્યા હતા ત્યારે પણ જ્યોતિરાદિત્યસિંહ ને જાણ થતાં તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ માં દોડી આવી તાત્કાલિક ઓક્સિજન બાટલા ની વ્યવસ્થા કરી આપતા હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના પરિવાર જનો રાહત નો શ્વાસ લીધો હતો.
54 બેડ ધરાવતી ગોંડલ સિવિલ માં 60 થી 70 ઓક્સિજન બાટલા હોય તેમજ બાટલા રિફિલ કરાવવામાં વેઇટિંગ માં લાઈનો હોતી હોય છે ત્યારે જ્યોતિરાદિત્યસિંહ દ્વારા તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર ને ફોન પર ગોંડલ સિવિલ માટે વધુ 40 ઓક્સિજન બાટલા ની વ્યવસ્થા કરાવવા ની સૂચના આપવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર દ્વારા તાત્કાલિક ગોંડલ સિવિલ ને ઓક્સિજન ના બાટલા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા 5 લાખ રૂપિયા રોકડ લોકો ઓક્સિજન ના બાટલા માટે સહાય આપવામાં આવી હતી.

આતકે ધારાસભ્ય પુત્ર જયોતિરાદિત્યસિંહ એ જણાવ્યું હતું કે હાલ ની પરિસ્થિતિ ને જોતા માનવસેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર સાથે તેઓ અને તેમની ટીમ દ્વારા ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય ના વધુ માં વધુ લોકો ની સેવા કરવા કટિબદ્ધ છે.સાથે તેઓ અને તેમની ટીમ 24×7 દિવસ રાત લોકો ની સેવા માટે તત્પર રહેશે તેમજ ગમે ત્યારે ગોંડલ માં કોરોના દર્દીઓને કોઈપણ મુશ્કેલી પડે તેમનો સંપર્ક કરવો તેવું અંતમાં જણાવ્યું હતું.
ધારાસભ્ય પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા તેમજ નગર પાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે સમીરભાઈ કોટડીયા,ઉપ પ્રમુખ સંજયભાઈ ધીણોજા,કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા,યુવા ભાજપ ટીમ લોકો ની સેવા માટે ખડેપગે સાથે રહે છે.
