એશિયન ગેમ્સના આજે નવમા દિવસની શરૂઆત 3 બ્રોન્ઝ મેડલ સાથે થઈ હતી. સ્પીડ સ્કેટિંગમાં, પ્રથમ ભારતીય મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારબાદ પુરૂષ ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પછી ટેબલ ટેનિસની વિમેન્સ ડબલ્સમાં પણ બ્રોન્ઝ આવ્યો. ભારતીય મહિલા ટીમે સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં 4:34.861ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની ટીમે 4:10.128ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
ટેબલ ટેનિસમાં સુતીર્થ અને આહિકા મુખર્જીની જોડીને મહિલા ડબલ્સની સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડયા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ જોડીને ઉત્તર કોરિયાની જોડીએ 4-3થી હાર આપી હતી. ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 56 મેડલ જીત્યા છે. ટેલીમાં ભારત ચોથા નંબર પર છે.
ટેબલ ટેનિસ: સુતીર્થ મુખર્જી અને આહિકા મુખર્જી ઉત્તર કોરિયાની જોડી સામે 7 ગેમમાં 11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 4-3થી હારીને સેમિફાઇનલમાં પ્રવેશ્યા સ્કોર 2-11. આ સાથે ભારતને બ્રોન્ઝ મળ્યો.
કેનોઈંગઃ ભારતને મેડલ મળ્યો નથી. ભારત આજે કેનોઇંગમાં મેડલ જીતી શક્યું નથી. મેન્સ કેનોઇંગ ડબલ 500 મીટરમાં ભારત આઠમા ક્રમે રહ્યું હતું. કઝાકિસ્તાને આ ઈવેન્ટ જીતી હતી. જ્યારે, જાપાને 0.227ના મામૂલી માર્જિનથી સિલ્વર મેડલ જીત્યો હતો.
સ્ક્વોશઃ મિક્સ્ડ ડબલ્સમાં ભારતની જીત સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સની ગ્રુપ મેચમાં અનાહત અને અભયની જોડીએ થાઈલેન્ડને 2-0થી હરાવ્યું.
ભારત પાસે કેટલા મેડલ છે?
ગોલ્ડ: 13
સિલ્વર: 21
બ્રોન્ઝ: 22
કુલ: 56
આ પણ વાંચો: Expressway/ દિલ્હીથી વડોદરાની સફર હવે માત્ર 10 કલાકમાં!
આ પણ વાંચો: Gandhi Jayanti/ ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પ્રથમવાર ક્યારે છપાઈ?
આ પણ વાંચો: Cricket/ ભારતની મહેમાનગતિના પાક. ક્રિકેટ ટીમે પેટ ભરીને વખાણ કર્યા, જુઓ વીડિયો