Not Set/ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ 29 ઉમેદવારની યાદી જાહેર કરી

, RLD પ્રમુખ જયંત સિંહે ટ્વિટ કર્યું કે મને ખાતરી છે કે ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ એક થઈને આ ઉમેદવારોની ચૂંટણીમાં સંપૂર્ણ સમર્પણ સાથે સખત મહેનત કરશે!

Top Stories India
1 14 ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ 29 ઉમેદવારની યાદી જાહેર કરી

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો કમરકસી રહ્યા છે, હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી  છે,અનેક નેતાઓ પોતાની રીતે પક્ષ છોડી રહ્યા છે,હાલ ચૂંટણી પર્વ માટે રાજ્કીય પક્ષો ઉમેદવાર ની યાદી બહાર પાડી રહ્યા છે,ત્યારે સમાજવાદી પાર્ટી અને જયંત સિંહની રાષ્ટ્રીય લોકદળના ગઠબંધનમાં 29 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. યાદી શેર કર્યા પછી, RLD પ્રમુખ જયંત સિંહે ટ્વિટ કર્યું કે મને ખાતરી છે કે ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ એક થઈને આ ઉમેદવારોની ચૂંટણીમાં સંપૂર્ણ સમર્પણ સાથે સખત મહેનત કરશે! તેમણે આગળ લખ્યું કે તમારી વિધાનસભા, તમારી સરકાર એક ધારાસભ્યથી બનશે!

બીજી તરફ, રાષ્ટ્રીય લોકદળના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ ટ્વિટ પર નજર કરીએ તો અહીં લખવામાં આવ્યું હતું કે ‘રાષ્ટ્રીય લોકદળ-સમાજવાદી પાર્ટી ગઠબંધન ઉત્તર પ્રદેશમાં પરિવર્તન લાવશે’. યુવાનોનો મંત્ર, ખેડૂતનો વિકાસ, અખિલેશ અને જયંત આવી રહ્યા છે. આ સાથે સપા અને આરએલડીના 29 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

યુપી ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ ચુસ્ત કરી લીધી છે. આ વખતે કોરોનાને કારણે કોઈપણ પ્રકારની રેલી અને જાહેર સભા પર પ્રતિબંધ છે, આવી સ્થિતિમાં માત્ર નેતાઓ જ જનતા સાથે વાતચીત કરી શકશે. ગુરુવારે જ્યાં સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઠબંધનમાં 29 ઉમેદવારોના નામોની યાદી શેર કરવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ઉમેદવારોના નામોની પ્રથમ યાદી શેર કરી છે