Not Set/ કર્ણાટકમાં મોદી બોલ્યા: “આલુથી સોનું કાઢવાવાળા આજ ખેડૂતોનાં હિતોની વાતો કરી રહ્યા છે.”

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર આ સમયે જોર-શોરથી ચાલી રહ્યું છે અને હવે આ પ્રચારનો આક્રમક સમય શરુ થઇ ગયો છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર રેલી કરવા વાળા છે. જેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદીયુરપ્પાની સીટ શિમોગની શિકારપુર પણ સમ્મેલિત છે. પીએમ મોદી બુધવારથી લગાતાર કર્ણાટકમાં તાબડતોડ ચુંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. જેમાં પહેલા […]

India
modicampeignup pti 2319671 835x547 m કર્ણાટકમાં મોદી બોલ્યા: “આલુથી સોનું કાઢવાવાળા આજ ખેડૂતોનાં હિતોની વાતો કરી રહ્યા છે.”

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર આ સમયે જોર-શોરથી ચાલી રહ્યું છે અને હવે આ પ્રચારનો આક્રમક સમય શરુ થઇ ગયો છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર રેલી કરવા વાળા છે. જેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદીયુરપ્પાની સીટ શિમોગની શિકારપુર પણ સમ્મેલિત છે.

પીએમ મોદી બુધવારથી લગાતાર કર્ણાટકમાં તાબડતોડ ચુંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. જેમાં પહેલા ગુલબર્ગા અને બેલ્લારી પછી પીએમ મોદીએ બેંગ્લોરમાં ચુંટણી રેલીને સંબોધિત કરી હતી. ત્યાં જ શનિવારે પીએમ મોદી હસન જીલ્લાના નીલામંગલા ચિકમંગલુરુની શિમોગા, મંગલુરુ, અને હાવેરી જીલ્લાના ગડમમાં ચુનાવી રેલી કરશે.

ટુમકુરમાં કરી પહેલી રેલી

શનિવારે પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ટુમકુરમાં રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં મોદી બોલ્યા હતા કે કોંગ્રેસ બધી ચુંટણીમાં ગરીબી ગરીબી ગરીબી કરતી આવી છે. કોંગ્રેસ માત્ર આજ મામલો લઈને ચુંટણી જીતવાનો પ્રયત્ન કરતુ રહે છે. કોંગ્રેસના લીડર જેમને લીલા મરચા લાલ મરચાની જાણ નથી, આલુથી સોનું કાઢવાની વાતો કરી રહ્યા છે. તે પણ આજના સમયમાં સોનું કાઢવાની વાત કરી રહ્યા છે.

આ પહેલા ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી બન્યાના થોડા સમય  પછી જ મને આ ધરતીના વંદન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

સાથે-સાથે મોદીએ કોંગ્રેસ પર જોરદાર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ એ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના પાપોને ધોઈ રહ્યા છીએ. કોંગ્રેસે એવી સરકાર ચલાવી કે આજના સમયમાં વીજળીમાં માટે આ ક્ષેત્ર તરસી રહ્યું છે. આ ક્ષેત્રના વિકાસ માટે પણ અમારી સરકારે મોટું અભિયાન ચલાવ્યું છે. એટલા સમય કોંગ્રેસ જ શાસનમાં હતી, તેમને કેમ કઈ નથી કર્યું અને આ દેશના ખેડૂતોને કરજમાં ડુબાડી દીધા છે. તેમને આત્મહત્યા કરવી પડી રહી છે. કોંગ્રેસે ખેડૂતો માટે કઈક કર્યું હોત તો મારો ખેડૂત ભાઈ માટીથી સોનું પેદા કરીણે આપી દીધું હોત.

પીએમ મોદીએ જેડીએસ પર પણ નિશાન સાધીને જણાવ્યું હતું કે બધા સર્વેમાં બધા રાજ્યોમાં જેએસડી નંબર ત્રણ પર પણ નથી આવતું. એવામાં પાર્ટીને વોટ આપીને તમારા વોટને ખરાબ ના કરશો. જેએસડી કોંગ્રેસને નથી હરાવી શકતી, કર્ણાટકમાં જો કોઈ સરકાર બદલી શકે છે તો તે ભાજપ સરકાર છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસ પરદા પાછળ એક જ સાથે છે, કોંગ્રેસનો નેતા જેએસડી સાથે મિત્રતા કરીને મેયર પણ બની ચુયો છે. મોદીએ જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ એચડી દેવગૌડાનું સમ્માન પણ કરે છે.