-haryana cm/ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આપ્યું રાજીનામું, ચૂંટણી પહેલા બદલાયા રાજકીય સમીકરણો

ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનનાયક જનતા પાર્ટી (JJP) ના શાસક ગઠબંધનમાં સ્પષ્ટ તિરાડ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે રાજીનામું આપી દીધું છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 12T130148.238 હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આપ્યું રાજીનામું, ચૂંટણી પહેલા બદલાયા રાજકીય સમીકરણો

ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનનાયક જનતા પાર્ટી (JJP) ના શાસક ગઠબંધનમાં સ્પષ્ટ તિરાડ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે રાજીનામું આપી દીધું છે. ખટ્ટરે બીજેપીના ધારાસભ્ય દળની બેઠક પહેલા રાજભવન ખાતે બંડારુ દત્તાત્રેયને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. કહેવાય છે કે લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં સીટ-વહેંચણીની સમજૂતી સાધવામાં ભાજપ અને નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળના જેજેપી વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા.

ભાજપ અને જેજેપી ગઠબંધનમાં તિરાડ પડી છે. જેજેપીએ સંબંધો તોડી નાખ્યા હોવા છતાં ભાજપનો દાવો છે કે તેમની પાસે હાફવે માર્કને પાર કરવા માટે સંખ્યા છે. હાલમાં, 90 સભ્યોના ગૃહમાં ભાજપ પાસે 41 ધારાસભ્યો છે જ્યારે જેજેપી પાસે 10 છે. શાસક ગઠબંધનને સાતમાંથી છ અપક્ષનું સમર્થન પણ છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે 30 ધારાસભ્યો છે અને ઈન્ડિયન નેશનલ લોકદળ અને હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક-એક સીટ છે.

પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા મુજબ મનોહરલાલ ખટ્ટર ભાજપ સાથે જોડાતા ફરી નવી સરકારનું નેતૃત્વ કરી શકે છે. હાલમાં 90 સભ્યોની વિધાનસભામાં 41 છે – જેજેપીના પાંચ ધારાસભ્યો – જોગી રામ સિહાગ, રામ કુમાર ગૌતમ, ઈશ્વર સિંહ, રામનિવાસ અને દેવિંદર બબલી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પાંચેય અલગ-અલગ જૂથ બનાવીને ભાજપમાં જોડાઈ શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. નવી સરકારને સાત અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળવાની સંભાવના છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી પર નજર રાખીને દરેક રાજ્યમાં જાતિ અને સમુદાયના સમીકરણોને ધ્યાનમાં રાખીને સહયોગી પક્ષ સાથે બેઠક વંહેચણીની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે.

ગયા અઠવાડિયે હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહ મલ્લિકાર્જુન ખડગેની સાથે વિપક્ષી પાર્ટીમાં જોડાયા હતા. “મેં અનિવાર્ય રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે હોવાનું તેમણે કહ્યું હતું. જેના બાદ આ અઠવાડિયે ભાજપને ફરી એક મોટો ફટકો પડ્યો છે. હરિયાણામાં ગઠબંધન તૂટતા આગામી લોકસભા ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ