BJP office at Jamnagar/ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરના ભાજપ કાર્યાલયની લિફટમાં બે મજૂરો ફસાયા,કોઇ જાનહાનિ નહીં

આજે દેશ સહિત રાજયભરમાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે જામનગરના ભાજપ કાર્યાલયથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
BJP office at Jamnagar

BJP office at Jamnagar :  આજે દેશ સહિત રાજયભરમાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે જામનગરના ભાજપ કાર્યાલયથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના ભાજપ જિલ્લા કાર્યાલયની ઓફિસમાં બે મજૂરો લિફટમાં ફસાઇ ગયા હતા જેના લીધે અફરાતફરી મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ સત્વરે ફાયર બિગ્રેડને કરવામાં આવી હતી, બ્રિગેડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે( BJP office at Jamnagar) જામનગર ભાજપના કાર્યાલય મુકામે મજૂરો કલર માટે આવ્યા હતા અને લિફટમાં બેસીને જતા હતા એ સમય દરમિયાન લિફટ અધવચ્ચે અટકી ગઇ હતી અને જેના લીધે કાર્યાલમાં ભારે અફરાતફરી જોવા મળી હતી, ફાયર બ્રિગડે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર કાફલા સાથે સત્વેર આવી જતા જાનહાની ટળી હતી.

નોંધનીય છે કે આ ઘટનામાં (BJP office at Jamnagar)    કોઇ જાનહાનિ થઇ ન હતી, બેને મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા ,આજે દેશ સહિત રાજયભરમાં પ્રજાસત્તાક દિવ,ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં ભાજપના કાર્યાલયમાં મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે   ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.

નોંધનીય છે કે આજે દેશભરમાં 74 ગણતંત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ રાજ્યકક્ષાના ગણતંત્રની ઉજવણી આ વર્ષે બોટાદમાં કરવામાં આવી હતી.બોટાદમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું.આ ગણતંત્ર દિવસના પર્વ પર બોટાદમાં રાજયપાલે તિરંગો લહેરાવ્યો હતો.

New Delhi/26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આ છે તફાવત, જાણો