SCO Interior Ministers Meet/ SCOની બેઠકમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉઠાવી માંગ,જાણો

ઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના આંતરિક મંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી ઉઠાવવાની માંગ કરી છે

Top Stories World
17 1 SCOની બેઠકમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉઠાવી માંગ,જાણો

ઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના આંતરિક મંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના આંતરિક મંત્રીઓની બેઠકમાં આતંકવાદ અને માદક દ્રવ્યોની હેરાફેરી સામે મજબૂત કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. તેમણે વૈશ્વિક સ્તરે કોવિડ સામે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા મજબૂત પગલાંનો હિસાબ પણ રજૂ કર્યો હતો. તાશ્કંદમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

રાયએ તાજિકના ગૃહ પ્રધાન રમઝાન રહીમઝાદા સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ, તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે ચર્ચા કરી. આ સિવાય તેમણે પ્રાદેશિક પરિસ્થિતિઓ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાય ઉઝબેકિસ્તાનના ગૃહ પ્રધાન પુલત બોબોઝોનોવને પણ મળ્યા હતા, જેમાં બંને નેતાઓએ આ ક્ષેત્રમાં આતંકવાદ અને માદક દ્રવ્યોની હેરાફેરીના પડકારોનો સામનો કરવા સહિત સુરક્ષા સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.

ઇન્ટરપોલના ડેપ્યુટી સેક્રેટરી જનરલ જેમ્સ સ્ટીફને રાય સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતમાં ઓક્ટોબરમાં યોજાનારી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નવા અને ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ કરવા માટે ઈન્ટરપોલ સાથે ભારતના સહયોગને વિસ્તારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંગઠનના વર્તમાન પ્રમુખ ઉઝબેકિસ્તાન 15-16 સપ્ટેમ્બરના રોજ સમરકંદમાં વાર્ષિક સમિટનું આયોજન કરશે.