અમદાવાદ/ વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા

શહેરમાં વસ્તી વધુ અને વાહનો પણ વધારે ત્યારે રોડ રસ્તાઓ થોડો વરસાદ પડતા એટલા ખરાબ થઇ જાય છે કે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાવા લાગે છે.

Top Stories Ahmedabad Gujarat
11 112 વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા
  • અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા
  • શહેરમાં વરસાદ બાદ પડ્યા ખાડા
  • વરસાદ પડતાં જ AMCની પોલ ખુલ્લી પડી
  • ખાડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી
  • રજૂઆત છતાં અધિકારીઓના આંખ આડા કાન
  • રસ્તા રિપેર કરાયા પણ તેમાં પણ દેખાઇ કપચી

ચોમાસાની શરૂઆત થાય અને થોડો વરસાદ શું પડે કે અમદાવાદ શહેર અચાનક ખાડાનગરીમાં રૂપાંતરિત થઇ જાય છે. વળી બીજી તરફ શહેરમાં વસ્તી વધુ અને વાહનો પણ વધારે ત્યારે રોડ રસ્તાઓ થોડો વરસાદ પડતા એટલા ખરાબ થઇ જાય છે કે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાવા લાગે છે. તાજેતરમાં પણ કઇંક આવા જ દ્રશ્યો શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

11 113 વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા

આ પણ વાંચો – શ્રીનગર / ભાજપનાં કાર્યકાળમાં હિન્દુઓ નહીં પણ સમગ્ર દેશ અને લોકતંત્ર જોખમમાં છેઃ મહેબૂબા મુફ્તી

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયા બાદ લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ આ વરસાદ શહેરમાં દર વર્ષે એક મુસિબતને સાથે લઇને આવે છે તે છે રોડ-રસ્તા પર ખાડા પડી જવા. તાજેતરમાં પણ કઇંક આવા જ દ્રશ્યો શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં જોવા મળ્યા છે. શહેરનો સૌથી વ્યસ્ત હાઇવે એટલે એસ.જી હાઇવે કે જ્યાં સૌથી વધારે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ કંપનીઓ આવેલી છે. એટલે કે મોટા ભાગે નોકરિયાત વર્ગોની ઓફિસો એસ.જી હાઇવે પર જ હોય છે. એવામાં સોલા રેલવે ઓવરબ્રિજનાં સમારકામનાં પગલે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. જેથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, શહેરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને સારા રોડની ગેરંટી તંત્ર આપી શક્યુ નથી, કેમ કે કોન્ટ્રાક્ટર દ્વારા રાબેતા મુજબ વેઠ ઉતારાઈ રહી છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં તો ખાડા પૂરવામાં પણ લેવલિંગ જળવાયુ નથી. સત્તાવાળાઓની બેદરકારીથી રોડ પર ઊંચા ટેકરા બનીને વાહનચાલકોને ભયભીત કરી રહ્યા છે.

11 114 વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા

આ પણ વાંચો – શ્રીનગર / જમ્મુમાં Reliance નાં 100 રિટેલ સ્ટોર ખોલવા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ

આપને જણાવી દઇએ કે, શહેરનાં એસ.જી. હાઇવેમાં વરસાદ બાદ ખાડાઓ પડવાથી અને વધુમાં બ્રિજનું સમારકામ ચાલતુ હોવાના કારણે એકથી દોઢ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિકજામ સર્જાય છે જેને દૂરથી જોતા જ લોકો પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે. પરંતુ આ કંઇ તેનું સોલ્યુશન નથી. કારણ કે જો કોઇ નોકરિયાત વર્ગ આ રીતે ફરી-ફરીને જાય તો તેને આવી મોંઘવારીનાં સમયમાં અને એમાંય આવાં કોરોનાકાળમાં પોકેટ પર કેવી અસર પડી શકે છે, જો કે તે પણ જાણે છે કે અહી કોઇ ફેરફાર થાય તેમ નથી એટલે કોઇને કોઇ અલગ રસ્તો શોધી તે આગળ વધે છે. ખાસ કરીને ચોમસાની સીઝન શરૂ છે ત્યારે રોડની આવી તકલીફ ઊભી થતા લોકોની દોઢ દોઢ કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગે છે. જેનાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે. જેના વિશે ઘણી વખત રજૂઆત કરવામાં આવતી રહે છે પણ અધિકારીઓ આંખ આડા કાન કરવામાં વધુ માનતા હોય તેવુ લાગી રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…