Not Set/ રજીસ્ટરમાં લખ્યું છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, બુરાડીમાં મળી આવેલા 11 મૃતદેહોનું શું છે રહસ્ય…

નવી દિલ્હી, ઉત્તરી દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યો રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં હાથ લાગેલી ચીઠ્ઠીઓમાં લખવામાં આવ્યું હતું કે માનવ શરીર અસ્થાયી છે. અને પોતાની આંખો અને મોં બંધ કરીને ડરથી બચી શકાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ચીઠ્ઠીઓ સંકેત આપે છે કે આ લોકોના […]

Top Stories India
699691 burari pti 1 રજીસ્ટરમાં લખ્યું છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, બુરાડીમાં મળી આવેલા 11 મૃતદેહોનું શું છે રહસ્ય...

નવી દિલ્હી,

ઉત્તરી દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યો રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં હાથ લાગેલી ચીઠ્ઠીઓમાં લખવામાં આવ્યું હતું કે માનવ શરીર અસ્થાયી છે. અને પોતાની આંખો અને મોં બંધ કરીને ડરથી બચી શકાય છે.

police burari murder રજીસ્ટરમાં લખ્યું છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, બુરાડીમાં મળી આવેલા 11 મૃતદેહોનું શું છે રહસ્ય...

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ચીઠ્ઠીઓ સંકેત આપે છે કે આ લોકોના મૃત્યુમાં કોઈ ધાર્મિક અથવા અધ્યાત્મિક એંગલ છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે આ પરિવાર કોઈ તંત્ર-મંત્ર કે કોઈ તંત્રીકના સંપર્કમાં હતા, એ વાતની પણ તપાસ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ ઘટના સ્થળ પરથી પોલીસને જે બે રજીસ્ટર હાથ લાગ્યા છે. એમાં બિલકુલ એવું જ લખ્યું છે, જે હાલતમાં 10 શબ લટકતા મળ્યા હતા. સાથે જ, બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવું પણ લખેલું મળી આવ્યું છે.

IMG 20180701 WA0055 રજીસ્ટરમાં લખ્યું છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, બુરાડીમાં મળી આવેલા 11 મૃતદેહોનું શું છે રહસ્ય...

બંને રજીસ્ટરમાં લગભગ 35 પન્નામાંથી શરૂઆતના કેટલાક પન્નાઓમાં એ વાતનો ઉલ્લેખ છે કે ક્યા શખ્સે કઈ જગ્યા પર લટકવાનું છે. અને ખાસ તો એ લખવામાં આવ્યું છે કે દરવાજા પર ક્યા શખ્સે લટકવાનું છે. જેવી રીતે રજીસ્ટરમાં નિર્દેશ આપવામાં આવ્યા બિલકુલ એવીજ રીતે 10 શબ મળ્યા હતા.

આ પરિવારના એક સંબંધીએ આ દુર્ઘટનામાં કોઈ સાઝીશ હોવાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ શિક્ષિત લોકો હતા, અંધવિશ્વાસી નહતા. પરિવારના બીજા એક સંબંધી કેતન નાગપાલે આરોપ લગાવ્યો કે એમની હત્યા કરવામાં આવી છે. એમણે પોલીસની તંત્ર-મંત્ર વાળી વાર્તાને નકારતા કહ્યું કે બની શકે સામુહિક આત્મહત્યાનો મામલો હોઈ શકે છે. એમણે કહ્યું કે આ પરિવાર સમૃદ્ધ હતો. સંબંધીઓએ દાવો કર્યો હતો કે આ ઘટનામાં કોઈ ધાર્મિક એંગલ નથી.

Cops રજીસ્ટરમાં લખ્યું છે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, બુરાડીમાં મળી આવેલા 11 મૃતદેહોનું શું છે રહસ્ય...

પોલીસે જણાવ્યું કે 10 સભ્યોની આંખો અને મોં કપડાથી બંધાયેલા હતા. અને એમના શબ લટકી રહ્યા હતા. જયારે 77 વર્ષની એક મહિલા ફર્શ પર મૃત હાલતમાં મળી આવી હતી. અને એમની આંખો અને મોં પર પટ્ટી નહતી. બાળકોના હાથ-પગ બંધાયેલા હતા. મકાનની તલાશી દરમિયાન પોલીસને હાથથી લખેલી કેટલીક ચીઠ્ઠીઓ મળી, જેના વિશે એમનું કહેવાનું છે કે પરિવાર કોઈ ધાર્મિક કર્મકાંડનું પાલન કરતો હશે.

જેસીપી(ક્રાઈમ) આલોક કુમારે જણાવ્યું કે અમને હાથથી લખેલી ચીઠ્ઠીઓ મળી છે જેમાં વિગતવાર લખવામાં આવ્યું છે કે હાથ અને પગ કઈ રીતે બાંધવામાં આવે. અને એવી જ રીતે 10 લોકોના શબ મળી આવ્યા હતા. ચિઠ્ઠીઓ ઘણી લાંબી છે. અને હજુ એનું અધ્યયન ચાલી રહ્યું છે.