તહેવાર/ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે આ મંજૂરી

ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ જ મોટો કહેવાય છે. ત્યારે હવે નજીક આવી રહેલા આ તહેવારને લઇને ગુજરાતવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
11 115 નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે આ મંજૂરી
  • નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર
  • નવરાત્રીની ઉજવણી મુદ્દે સરકારની વિચારણા
  • શેરી-સોસાયટીમાં ગરબાની મળી શકે મંજૂરી
  • રાત્રે એક વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂમાંથી મળી શકે મુક્તિ
  • કેબિનેટની બેઠક બાદ આગામી સમયમાં થઇ શકે જાહેરાત
  • ટૂંક સમયમાં રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી શકે

ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ જ મોટો કહેવાય છે. ત્યારે હવે નજીક આવી રહેલા આ તહેવારને લઇને ગુજરાતવાસીઓમાં ઉત્સાહ છે અને સાથે તેમને ડર પણ છે કે આ વર્ષે પણ કોરોના મહામારીની અસર આ તહેવાર પર ન પડે. જો કે આ વચ્ચે નવરાત્રી ખેલૈયાઓ માટેે એક સારા સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો – અમદાવાદ / વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા

આપને જણાવી દઇએ કે, નવરાત્રીની ઉજવણી મુદ્દે આજે સરકારની વિચારણા થવાની છે. ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ નવરાત્રીે શેરી-સોસાયટીમાં ગરબા રમવાની મંજૂરી મળી શકે છે. જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં કારણે રાજ્યમાં ઘણા તહેવારો પણ અસર થઇ છે, જો કે માત્ર તહેવાર જ નહી પણ ઘણી બધી બાબતોમાં કોરોના મહામારીએ લોકોનાં જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. સૂત્રોની માનીએ તો કેબિનેટની બેઠક થયા બાદ આગામી સમયમાં નવરાત્રીની ઉજવણીને લઇને  મોટી જાહેરાત થઇ શકે છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.