ગુજરાત/ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ : SDRFની બે ટીમ છે તૈયાર

આ ટીમો પાસે રેસ્ક્યુ બોટ, લાઇફજેકેટ, ઇમર્જન્સી લાઇટો, રસ્સા, ટ્યુબ, ઇલેક્ટ્રિક કટર સહીતના અત્યાધુનિક સાધનોથી સજ્જ છે અને જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદના કારને કોઇ દુર્ઘટના કે આફત સર્જાય તો તેને પહોંચી વળવા સજ્જ છે.

Gujarat Others Trending
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એક અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આપત્તકાલીન સ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બની ગયું છે. જિલ્લામાં બે SDRF ની ટીમ તૈનાત કરી દેવાઇ છે તેમજ જિલ્લા અને તાલુકા મથકો પર કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે.

સુરેન્દ્રનગર

વધુ વિગત અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક જિલ્લામાં ભારવ વરસાદને લઇને પુરની સ્થિતિનુ નિર્માણ થયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એવો વરસાદ થયો નથી.પરંતુ આગામી એક અઠવાડિયા સુધી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ થાય તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ નુકસાન થવાની શક્યતાઓ રહે છે ત્યારે જાનમાલની નુકસાની અટકાવવા સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી લેવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ નાયબ મામલતદાર નીલેશભાઈ પરમાર અને SDRF ટીમનાં પીએસઆઇ પી.એલ.ગઢવીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫ વ્યક્તિઓની એક એવી SDRF ની બે ટીમ તૈનાત કરી દેવામાં છે. જેમાં એક ટીમ સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે જ્યારે અન્ય એક ટીમને સાયલા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ટીમો પાસે રેસ્ક્યુ બોટ, લાઇફજેકેટ, ઇમર્જન્સી લાઇટો, રસ્સા, ટ્યુબ, ઇલેક્ટ્રિક કટર સહીતના અત્યાધુનિક સાધનોથી સજ્જ છે અને જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદના કારને કોઇ દુર્ઘટના કે આફત સર્જાય તો તેને પહોંચી વળવા સજ્જ છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા મથકે તેમજ તમામ તાલુકા મથકે ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા પોલીસ તંત્ર તેમજ ફાયરની ટીમોને પણ એલર્ટ કરી દેવાઇ છે. જિલ્લામાં કોઇ પણ જગ્યાએ વરસાદના કારણે કોઇ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા અપિલ કરાઇ છે.

આ પણ વાંચો :  સાવલીમાં સદાપુરા ધનતેજને જોડતા કોઝવેનું ધોવાણ : તંત્રને કામ કરવામાં રસ નહિ હોવાનો ગ્રામજનોનો ગણગણાટ