અમદાવાદ,
પાટીદાર આરક્ષણ આંદોલનનો ચહેરો બનીને છેલ્લા ત્રણ વર્ષમાં ખુબ ઝડપથી ઉભરેલા હાર્દિક પટેલ હવે ધીરે ધીરે પોતાની અસર છોડતા જોવા મળી રહ્યા છે. એક સમયે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ મચાવી દેનારા હાર્દિક પટેલે જયારે બુધવારે એટલે કે ૧૯માં દિવસે પોતાનો ઉપવાસના પારણા કર્યા ત્યારે કોઈ રાજકરણના નેતા તો દૂર, આ પટેલ અંદોલન સાથે જોડાયેલા નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા.
બીજી બાજુ રાજ્ય સરકાર પણ ખેડૂતોની લોન માફીની તેઓની માંગ આગળ ઝુકી ન હતી અને અંતે હાર્દિકે પટેલે વડીલોનું સમ્માન કરતા પોતાના ઉપવાસના પારણા કર્યા હતા.
એક સામન્ય યુવક માંથી પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા બનેલા હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો, તેઓ ૨૫ ઓગષ્ટ, ૨૦૧૫ના દિવસે પટેલોની થયેલી મહારેલીના ત્રણ વર્ષ સમાપ્ત થયા બાદ ઉપવાસ બેઠા હતા.
હાર્દિક પટેલ વધુ એકવાર પાટીદાર સમુદાયના યુવકો માટે સરકારી નોકરી, ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણ અને ખેડૂતોની લોન માફીની માંગ કરી રહ્યા હતા. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલની આ વાત માનવામાં આવી ન હતી.
ત્યારબાદ હાર્દિક દ્વારા કહેવામાં આવ્યું, “હું સમુદાયના વડીલોના સમ્માનમાં ઉપવાસ આંદોલન ખતમ કરી રહ્યો છું. હવે તેઓ મારી સાથે છે અને હવે મને કોઈ વાતની ચિંતા નથી. હું ૧૯ દિવસના ઉપવાસ પાછી રિચાર્જ થઇ ગયો છું અને જરૂરત પડી તો આગળના ૧૯ વર્ષ સુધી પોતાની લડત આપતો રહીશ”.
હાર્દિક પટેલના આ પતન માટે આ કારણો હોઈ શકે છે જવાબદાર :
૧. ઉપવાસ આંદોલન દરમિયાન ન પહોચ્યા કોઈ મોટા પાટીદાર નેતા
હાર્દિક પટેલની ઘટી રહેલી સાખ અંગે તમે એ વાત પરથી પણ જાણી શકો છો કે, ઉપવાસ આંદોલન દરમિયાન મુઠ્ઠીભર જાણ્યા સમર્થકો સિવાય કોઈ મોટા નેતા હાર્દિકને મળવા પહોચ્યા ન હતા. પાટીદાર સમુદાયના મોટા નેતાઓમાં માત્ર નરેશ પટેલ અને સી કે પટેલ જ હાજર રહ્યા હતા.
૨. સમુદાયના નેતાઓએ રાખ્યું દુરથી ડુંગર રળિયામણા
બીજી બાજુ લાલજી પટેલ, દિલીપ સબવા, અતુલ પટેલ કે દિનેશ બામણીયા જેવા આરક્ષણ આંદોલન સાથે જોડાયેલા મોટા નેતાઓમાંથી કોઈ પણ નેતા ત્યાં હાજર રહ્યા ન હતા.
આ ઉપરાંત અહિયાં સુધી કે કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા પહોચ્યા પરંતુ પાટીદાર સમાજના નેતોઓએ દુરથી ડુંગર રળિયામણા જેવું જ કર્યું હતું.
૩. ધીમે ધીમે પકડ થઇ રહી છે ખતમ
માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિકના વિરુદ્ધ મહોલ ત્યારથી જ બનવાનો શરૂ થયો હતો, જ્યારે ૨૦૧૫ની મહાક્રાંતિ રેલીમાં તેઓએ પોતાને આ અનામત આંદોલનના નાયકના રૂપમાં આગળ કરવાની કોશિશ કરી હતી.
આ સમયે આંદોલનનું નેતૃત્વ લાલજી પટેલ કરી રહ્યા હતા. જો કે કેટલીક વાર હાર્દિકને ભાજપનો મોહરો કે કેટલીક વાર કોંગ્રેસની કતપુટડી માનવામાં આવતો હતો.
ગત વર્ષે યોજાયેલી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક સમયે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કોંગ્રેસથી દૂર રહેવાના નિર્ણય ની વિરુદ્ધ ચાલ્યા ગયા હતા.
૪. રાહુલ ગાંધી સાથે હાર્દિકે બંધ બારણે કરી હતી મુલાકાત
હાર્દિક પટેલે અમદાવાદની એક હોટલમાં કોંગ્રેસ પાર્ટીના ભાવિ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ને મળ્યા બાદ એક સૂટકેસ બહાર નીકળેલા આ પાટીદાર નેતા પર લોકોની શંકા વધી હતી.
૫. સેક્સ સીડીએ હાર્દિક પર છોડ્યો મોટો દાગ
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલની છબીને સૌથી વધુ નુકશાન ત્યારે પહોંચ્યું જ્યારે રાજ્યની ચૂંટણી દરમિયાન તેઓની પ્રથમ સેક્સ સીડી બહાર આવી હતી.
જો કે ત્યારબાદ આ કથિત સીડી અંગે અનેક આરોપો સામે આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તો મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.
આ જોઈને હાર્દિક પટેલ દ્વારા રાજ્યની વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ પર પોતાની છબી ખરાબ કરવાના આરોપ લગાવવામાં આવ્યા, તો બીજી બાજુ આ જોઈને પોતાના જ સમુદાયના લોકોએ હાર્દિક પટેલ થી પોતાનો રસ્તો બદલ્યો હતો.
૬. ગાડી, બંગલો, એશો આરામ વધ્યા અને આંદોલનની રાહ છુટી
એક સમયે ગુજરાત રાજ્યના વિરમગામ ખાતે માત્ર બે ઓરડાના મકાનમાં રહેતા પાટીદાર નેતા પોતાનું ઘર છોડી અમદાવાદ શહેરમાં એક ફ્લેટમાં રહેવા માટે પહોંચ્યા અને ફોર્ચ્યુનર જેવી મોંઘી ઘાટ ગાડીમાં ફરવા લાગ્યો હતો.
ત્યારે લોકોમાં આ જ સંદેશો આવ્યો કે, હાર્દિક પટેલ હવ પોતાનો અનામત આંદોલનનો રસ્તો ભૂલી ગયો છે અને પોતાના એશો આરામ તરફ વધ્યો છે.
૭. બેન્ક બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયા હોવા છતાં પોતાની બહેનના લગ્નમાં ખર્ચ કર્યા લાખો રૂપિયા
આ તમામ ફેક્ટરો ઉપરાંત બાકી રહેલી કસર ત્યારે પૂર્ણ થઈ જયારે પોતાની બહેનના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા અને જણાવ્યું હતું કે, “આ તો દરેક ભાઈની ફરજ હોય છે”.
જો કે આ વાત ખૂબ મહત્વની છે કે તેઓની વસિયતમાં હાર્દિકનું બેન્ક બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયા જ બતાવે છે, તો આ લગ્નમાં વપરાયેલા લાખો રૂપિયા ક્યાંથી આવ્યા ?
૮. આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકમાં એકદમ જ આવી એનર્જી
અમદાવાદમાં છેલ્લા૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની તબિયત લથડવાના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
https://twitter.com/HardikPatel_/status/1038025439166558209
આમરણાંત ઉપવાસના ૧૪માં દિવસની વાત કરવામાં આવે તો, હાર્દિક પટેલની તબિયત એકદમ નાજુક હતી. આ સમયે ન ચાલવાની કે બોલવા માટેની તાકાત ધરાવતા હતા..
પરંતુ હાર્દિક પટેલ દ્વારા કરાયેલા પોતાની નાદુરસ્ત તબિયત અંગેના દાવાની પોલ ત્યારે ખુલી જ્યારે પોતાને હોસ્પિટલમાં દાખલ કર્યાના ત્રીજા જ દિવસે તેઓ સુરક્ષામાં હાજર પોલીસના જવાનોને ધમકાવતા કહ્યું હતું કે,“ ડ્યુટી કરતા હોય તેમ કરો, હોશિયારીમાં જ રહો”…
૯. શરદ યાદવના હાથે પીધું પાણી
આ ઉપરાંત હાર્દિક પટેલના ઉપવાસના ૧૫માં દિવસે જ્યારે જનતા દળ(યુ)ના શરદ યાદવ આવ્યા હતા ત્યારે હાર્દિકે તેઓના હાથે પાણી પીધું હતું, બીજી બાજુ પાટીદાર સમુદાય ના અગ્રણીઓ દ્વારા કરાયેલો આગ્રહ હાર્દિકે સ્વીકાર્યો ન હતો.
૧૦. હાર્દિકના એનજેટિક પારણા
આ ઉપરાંત જયારે ઉપવાસના ૧૯માં દિવસે જયારે સમુદાય વડીલોના કહ્યા બાદ પારણા કર્યા હતા. પરંતુ ત્યારબાદ ટુક જ સમયમાં ઉપવાસ પર બેઠેલા અને નાદુરસ્ત તબિયત ધરાવતા હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સરકારનો ઉધડો લીધો હતો.
https://twitter.com/mantavyanews/status/1039822239992926213
પરતું ત્યારબાદ એ વાતો બહાર આવી કે, ઉપવાસ આંદીલન દરમિયાન ન બોલવામાં કે ચાલવામાં અસક્ષમ રહેલા પાટીદાર આગેવાનમાં આટલી તાકાત આવી ક્યાંથી. તેથી હાર્દિક પટેલના આ પારણાને એનજેટિક પારણા ગણવામાં આવ્યા અને સમુદાયના લોકોમાં એક અલગ જ ભાવ ઉભો થયો હતો.
૧૧. હાર્દિકના ઉપવાસ આંદોલનને બતાવવામાં આવ્યું કોગ્રેસ પ્રેરિત
રાજ્ય સરકાર દ્વારા હાર્દિકના ઉપવાસને અનુલક્ષીને રાજ્યમંત્રી સૌરભ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને હાર્દિકનું આંદોલન કોગ્રેસ પ્રેરિત ગણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલ ના પતનની વાત તમે એ વાત પરથી પણ જાણી શકો છો કે, સરકાર દ્વારા તેઓની એક પણ માંગ સ્વીકાર વામાં આવી નથી.
ત્યારે હવે જોવાનું રહ્યું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે પોતાનું પતન થઈ રહ્યું છે, તે રોકવામાં સફળ થશે