Not Set/ ખંભાતમાં આભ ફાટ્યું, છેલ્લા 10 કલાકમાં નોંધાયો 15 ઇંચ વરસાદ

ગુજરાતમાં વરસાદનાં પધરામણા બાદથી જ તેમા સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પહેલા વડોદરામાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. તે બાદ સુરતમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે હવે જાણે ખંભાતનો વારો આવ્યો હોય તેમ અહી વરસાદ ત્રાટકી પડ્યો છે. આપને જણાવી દઇએ કે, અહી છેલ્લા 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ […]

Gujarat
Khambhat rain1 ખંભાતમાં આભ ફાટ્યું, છેલ્લા 10 કલાકમાં નોંધાયો 15 ઇંચ વરસાદ

ગુજરાતમાં વરસાદનાં પધરામણા બાદથી જ તેમા સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પહેલા વડોદરામાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. તે બાદ સુરતમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે હવે જાણે ખંભાતનો વારો આવ્યો હોય તેમ અહી વરસાદ ત્રાટકી પડ્યો છે. આપને જણાવી દઇએ કે, અહી છેલ્લા 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, 12થી 2 વાગ્યા સુધીનાં સમયગાળામાં જ અહી 7 ઇંચ વરસાદ પડી ચુક્યો હતો.

ખંભાતમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે હજુ પણ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. જેના કારણે અહી એક જ દિવસમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી અહી આ રીતે વરસાદ પડ્યો નહોતો. આટલો વરસાદ પડ્યો હોવા છતા અહી જળ ભરાવ ઓછો દેખાઇ રહ્યો છે. કહેવાય છે તેનુ કારણ તેની નજીકમાં આવેલો દરિયો છે.

ધોધમાર વરસાદની સાથે પાણીનો પ્રવાહ પણ રસ્તા પર ખૂબ ઝડપે જોવા મળી રહ્યો છે. અહી વાહન-વ્યવહારને ભારે અસર પહોચી છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા વડોદરામાં ભારે વરસાદ પડતા સમગ્ર શહેર જળમગ્ન બન્યુ હતુ પરંતુ તેનાથી વિપરીત અહી પાણીનો ભરોવો ઓછો થયો છે. જે રીતે અહી છેલ્લા 10 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે તેને જોતા પાણી ખૂબ ઓછુ ભરાયુ હોય તેવા સમાચાર મળી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.