- સુરતઃ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ
- ઓલપાડાના લવાછા ગામે દારૂની ભઠ્ઠીમાં રેડ
- વારંવાર પોલીસ ફરિયાદ છતાં ચાલે છે દારૂનો વેપલો
- બુટલેગરો દ્વારા ગામવાસીઓને અપાય છે ધમકી
- જાનથી મારી નાંખવાની અપાય છે ધમકી
ગુજરાતમાં દારુબંઘી ફક્ત કાગળ પર જ છે, તે સાબિત કરવા માટે કોઇ લાંબી કવાયત કરવી પડે તેવું નથી. રોજબરોજ દારૂનાં વેપલા અને દારૂ પકડાયાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. અને ઘણી વખત તો ખુલ્લે આમ દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાનાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. પોલીસ પોતાની આબરૂ બચાવવા માટે નામ પુરતી કાર્યવાહી કરતી દેખાય છે અને ફરી પાછા થોડા દિવસમાં બુટલેગરો બે ફામ જોવામાં આવે છે. લોકોનાં મુખે મશ્કરીનાં સ્વરૂપે ઘણીવાર પ્રશ્ન ચર્ચાતો જોવા પણ મળે છે કે, ગુજરાતમાં ક્યાં દારૂબંધી છે ?
તમામ હકીકતો વચ્ચે સુરતનાં લવાછા ગામે દારૂની ભઠ્ઠી ખૂલ્લે આમ ચાલતી હતી. જેમાં લવાછા ગામની જનતા એ દારૂની ભઠ્ઠીમાં દરોડો પાડયો હતો. લોકો દ્રારા વારંવાર પોલીસ ફરિયાદ કરવા છતા, દેશી દારૂની ભઠ્ઠીઓ બંઘ કરવામાં આવતી નથી. તેવો લોકો દ્વારા આક્ષેપ કરવાની સાથે સાથે પોલીસની આ મામલે કોઇ પણ કારણોસર દાખવામાં આવી રહેલી નિષ્ક્રિયતાને કારણે અંતે ગામનાં લોકો દ્વારા જનતા રેડનું ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું હતું. એક તરફ દારૂનાં ધમધમતા વેપલાને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તો બીજી તરફ બુટલેગરો દ્વારા લવાછા ગામવાસીઓ ને ખૂલ્લે આમ જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ રહી છે.
ત્યારે પ્રજા દ્વારા પોલીસનું અડધું કામ તો કરી દેવામાં આવ્યું છે. અને ખુલ્લે એમ ચાલતા અને પોલીસને ન દેખાતા આ દારૂનાં વેપલાને જનતા રેડનાં માધ્યમથી સામે તો લાવી દેવામાં આવ્યો છે. લોકોએ બુટલેગરો અને દારુનાં ધંધાર્થીનો રોષ વહોરવાની હિંમત તો દાખવી દીધી છે, પરંતુ દારૂનો વેપલો કરતા બેફામ લોકો દ્વારા ગામવાસીને જાનથી મારી નાખવાની ઘમકી આપવામાં આવી છે, ત્યારે હવે પોલીસ કોઇનાં મોતની રાહ જોશે કે દારુનાં અડ્ડ બંધ કરાવી આ વેપલો કરનારને પાઠ ભણાવશે તેના પર લોકોની નજર ટકી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.