Not Set/ પૂર્વ ધારાસભ્યનાં પુત્રએ મારામારી કરી, કહ્યું રાજ્યમાં “પોતા”ની જ સરકાર છે !!

સત્તાનાં મદમાં બબાલ મચાવી આતંક ફેલાવવાની સાથે સાથે ચોરી પર સીના જોરીની અનેક ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને પેલી કહાવત છેને કે  “ચા કરતા કિટલી વધુ ગરમ હોય” બસ આમ જ લગભગ કિસ્સામાં રાજકારણી કે નેતા કે મંત્રી જેટલો પોતાની સત્તાનો મદ નહીં વર્તાવતા હોય, તેથી તો અનેક ગણો વઘુ મદ તેના સંતાનો દ્રારા […]

Top Stories Ahmedabad Gujarat
fight4 પૂર્વ ધારાસભ્યનાં પુત્રએ મારામારી કરી, કહ્યું રાજ્યમાં "પોતા"ની જ સરકાર છે !!

સત્તાનાં મદમાં બબાલ મચાવી આતંક ફેલાવવાની સાથે સાથે ચોરી પર સીના જોરીની અનેક ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને પેલી કહાવત છેને કે  “ચા કરતા કિટલી વધુ ગરમ હોય” બસ આમ જ લગભગ કિસ્સામાં રાજકારણી કે નેતા કે મંત્રી જેટલો પોતાની સત્તાનો મદ નહીં વર્તાવતા હોય, તેથી તો અનેક ગણો વઘુ મદ તેના સંતાનો દ્રારા જાડવામાં આવતો હોય તેવું જોવા મળે છે, આપને યાદ ન હોય તો હાલમાં જ એક આવો રાષ્ટ્રીય કક્ષાનો કિસ્સો બન્યો હતો અને વડાપ્રધાન દ્વારા આ મામલે ટીપ્પણી કરી કડક પગલા પણ લેવામાં આવ્યા હતા. ત્યારે આવો જ ગજબનો કિસ્સો ફરી આમદાવાદમાં સામે આવ્યો છે.

fight પૂર્વ ધારાસભ્યનાં પુત્રએ મારામારી કરી, કહ્યું રાજ્યમાં "પોતા"ની જ સરકાર છે !!

આમદાવાદ,ભાજપનાં જ પૂર્વ ધારાસભ્યનાં પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. આ તો ઠીક છે પણ લાજવા કરતા ગાજતા સાહેબઝાદાએ પોતાની જ સરકાર હોવાનો દાવો પણ કરી નાખ્યો છે. વાત જાણે એમ છે કે, સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકે મારામારી કરી રાજ્યમાં પોતાની સરકાર હોવાનો રોફ જમાવીને આરટીઓમાં કામ નહીં કરવા દેવાની ધમકી આપી હતી. રાણીપ પોલીસે આ મામલે પ્રિયાંક અમરીશ પટેલ સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે.

fight 1 પૂર્વ ધારાસભ્યનાં પુત્રએ મારામારી કરી, કહ્યું રાજ્યમાં "પોતા"ની જ સરકાર છે !!

વાત કોઇ એકલ દોકલ ઘટનાની નહીં, પરંતુ સત્તાનાં મદની અને અહમ્ નાં અતિરેકની છે. બાપ કે સગવાલાનાં જોરે આવા નબીરાઓ મારામારી તો નાની વાત છે પણ ગંભીર ગુના પણ કરી નાખતા હોય તેવા પણ અનેક કિસ્સા છે, ત્યારે “બીગડે તો બીગડે, પર નવાબ કે લડકે”, આને લગામ કોણ બાંધે  આવી મનોવ્યથા સામાન્ય માણસની સમસમી રહતા મનમાં ઉદ્દભવતી વારંવાર જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.