Not Set/ ગુજરાતભર માં ભારે વરસાદ, લોકો ને પડી રહી છે ભારે હાલાકી

અપર એર સાયક્લોનિક સરક્યુલેશન લો પ્રેશરની સાથે સર્જાયું છે. જેના લીધે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.જયારે ગઈકાલે રાત્રી થી પડી રહેલા વરસાદ ને કારણે લોકો માં હાલાકી પડી રહી છે. ભારે વરસાદને લીધે મીઠાખળી અંડરબ્રિજ બંધ કરાયો હતો, રસ્તાઓ પર પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા […]

Gujarat
flood situation in gujarat ગુજરાતભર માં ભારે વરસાદ, લોકો ને પડી રહી છે ભારે હાલાકી

અપર એર સાયક્લોનિક સરક્યુલેશન લો પ્રેશરની સાથે સર્જાયું છે. જેના લીધે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.જયારે ગઈકાલે રાત્રી થી પડી રહેલા વરસાદ ને કારણે લોકો માં હાલાકી પડી રહી છે.

ભારે વરસાદને લીધે મીઠાખળી અંડરબ્રિજ બંધ કરાયો હતો, રસ્તાઓ પર પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.આ ઉપરાંત બોપલબ્રીજ પર વાહન ની આવાજાહી પર રોક લગાવામાં આવી હતી, બ્રીજ ને ૧૫ દિવસ પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો,આ સાથે તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી હતી.

આ ઉપરાંત રાજ્યના મોટાભાગ ના ડેમ માં પાણી ની આવક વધી રહી છે,મચ્છુ ડેમ સહીત અન્ય ડેમ માં પાણી ની સપાટી ખુબ જ વધવા ને કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તાર માં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બોટાદ માં  નાના છેડા ગામ પાસે પુલ ધરાશાયી પાળિયાદથી સાયલા વચ્ચેનો પુલ થયો ધરાશાયી પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભાદર નદીમાં ધોડાપૂર.

સુખભાદર ડેમ ઓવરફલો, ડેમના 12 દરવાજા ખોલ્યાનીચાણવાળા વિસ્તારોને  એલર્ટ કરાયા.