Not Set/ માથાનાં વાળ ખરવા પાછળ આ પોષકતત્વની ઉણપ જવાબદાર હોઇ શકે, જાણો

શું વાળ ખરવાના કારણે તમે ચિંતામાં રહો છો? તમે જુદા જુદા શેમ્પૂ-તેલ વાપર્યા છતાંય વાળ ખરતા બંધ થવાનું નામ નથી લેતા? હેર કેર પ્રોડક્ટ્સ પાછળ ખર્ચો ક્યારેક પૈસાની બરબાદી સાબિત થાય છે. હેર ફોલનું સાચુ કારણ ખબર ન હોય તો તમે તેની ટ્રીટમેન્ટ કેવી રીતે કરશો? મોટાભાગનાં લોકો નથી જાણતા કે શરીરમાં આયર્નની ઉણપ હોય […]

Health & Fitness
Mask to control hair fall માથાનાં વાળ ખરવા પાછળ આ પોષકતત્વની ઉણપ જવાબદાર હોઇ શકે, જાણો

શું વાળ ખરવાના કારણે તમે ચિંતામાં રહો છો? તમે જુદા જુદા શેમ્પૂ-તેલ વાપર્યા છતાંય વાળ ખરતા બંધ થવાનું નામ નથી લેતા? હેર કેર પ્રોડક્ટ્સ પાછળ ખર્ચો ક્યારેક પૈસાની બરબાદી સાબિત થાય છે. હેર ફોલનું સાચુ કારણ ખબર ન હોય તો તમે તેની ટ્રીટમેન્ટ કેવી રીતે કરશો? મોટાભાગનાં લોકો નથી જાણતા કે શરીરમાં આયર્નની ઉણપ હોય તો વાળ ખરી શકે છે. આથી વાળ બહુ ખરતા હોય તો તમારે તમારુ ડાયટ ચેક કરવુ જોઈએ.

હેર ફૉલ માટે આયર્નની ઉણપ અનેક રૂપે જવાબદાર છે. આયર્નની કમીને કારણે હિમોગ્લોબિન ઘટી જાય છે જેની અસર વાળ પર પણ પડે છે. હિમોગ્લોબિન શરીરનાં કોષોને રિપેર કરે છે અને લોહીમાં ઓક્સિજનની માત્રા વધારે છે જે વાળનાં ગ્રોથ માટે જરૂરી છે. હિમોગ્લોબિનની કમીને કારણે વાળનો સારો વિકાસ નથી થતો અને વાળ પાતળા થતા જાય છે. તમે મહેસૂસ કરશો કે તમારા વાળ રૂક્ષ અને બેજાન થઈ ગયા હોય તેવું લાગશે.

હેર ફોલ કાબુમાં રાખવા માટે તમે આયર્ન વધારે હોય તેવુ ફૂડ ખાઈ શકો છો. તમે આયર્ન સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો. જાણો તમારે આયર્ન વધારવા માટે શું શું ખાવું જોઈએ.

શાકભાજી આયર્નનો મુખ્ય સ્રોત છે. દરરોજ લીલા શાકભાજી ખાવા જોઈએ. પાલક, મશરૂમ, બટેટા, ટમેટાની પેસ્ટ વગેરેમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. પાલકમાં આયર્નની સાથે સાથે ફાઈબર પણ સારી માત્રામાં હોય છે. તમે આયર્ન વાળુ ડાયટ લેતા હોવ તો તમારે સાથે સાથે વિટામિન સી પણ લેવું જોઈએ. આયર્ન શરીરમાં શોષાય તે માટે વિટામિન સી જરૂરી છે. જો તે શરીરમાં શોષાય નહિ તો આયર્ન-રિચ ફૂડ ખાવાનો કોઈ અર્થ નથી. આયર્નથી ભરપૂર ફૂડ ખાવા સાથે સાથે લીંબુ, સંતરા, કિવિ, બ્રોકલી, ફ્લાવર વગેરે પણ ખાવાનું રાખો.

સૂકામેવા પણ ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. તેમાં કોળાનાં બી, અળસી, તલ, કાજુ, બદામ વગેરેનો સમાવેશ થાય છે. જે તમારા વાળ માટે ઘણા ગુણકારી સાબિત થઇ શકે છે.

કઠોળમાં અનેક પોષક તત્વો અને આયર્ન હોય છે. તેમાં વધારે ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તમે જુદી જુદી રીતે કઠોળ બનાવી શકો છો. તે પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.

શું કરશો વાળ ખરતા અટકાવવા માટે

વાળમાં નિયમિત તેલથી મસાજ કરો. તમારા વાળનાં પ્રકાર મુજબ શેમ્પૂ અને કંડિશનર પસંદ કરો. હંમેશા વાળ હળવેથી ઓળો. ભીના હોય ત્યારે ઓળવાનું ટાળો. વધારે પડતી હેરસ્ટાઈલ કરવાનું ટાળો. શક્ય હોય તો બ્લોઅર, હેર સ્ટ્રેઈટનર વગેરેનો ઉપયોગ ટાળો. વાળને પ્રદૂષણ અને સૂર્યનાં કિરણોથી બચાવો. આટલુ કરવાથી તમે વાળ ખરતા રોકી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.