Not Set/ “યોગ કરો સ્વસ્થ રહો” – જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

21 જૂન એટલે “વિશ્વ યોગ દિવસ”.  વિશ્વ જ્યારે આજે યોગની ભારતીય ધરોહર તરફ વળ્યું છે. ત્યારે આપણી આ સાંસ્કૃતિક રૂષી પરંપરાનાં અનેક ફાયદા છે. “પહેલુ સુખ તે જાતે નરવા” કહાવતને ફળીભૂત કરવા માટે યોગ ઉત્તમ રસ્તો છે. રોજ પોતના સ્વાસ્થ માટે કાઢવામાં આવેલ 15થી 20 મિનીટ યોગનાં સથવારે જીવન પર્યાપ્ત સારા સ્વાસ્થની સગવડો આપે છે […]

Top Stories Health & Fitness Trending Lifestyle
pjimage 5 1 "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

21 જૂન એટલે “વિશ્વ યોગ દિવસ”.  વિશ્વ જ્યારે આજે યોગની ભારતીય ધરોહર તરફ વળ્યું છે. ત્યારે આપણી આ સાંસ્કૃતિક રૂષી પરંપરાનાં અનેક ફાયદા છે. “પહેલુ સુખ તે જાતે નરવા” કહાવતને ફળીભૂત કરવા માટે યોગ ઉત્તમ રસ્તો છે. રોજ પોતના સ્વાસ્થ માટે કાઢવામાં આવેલ 15થી 20 મિનીટ યોગનાં સથવારે જીવન પર્યાપ્ત સારા સ્વાસ્થની સગવડો આપે છે ત્યારે આવો જાણીએ કે કયા યોગનાં ફાયદા શું છે. જાણી લો અને પસંદ કરી લો તમારા માટે કયા યોગાસનો ઉત્તમ છે.

siddhasana "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

સિદ્ધાસન (Adept Pose) – યાદશક્તિ તીક્ષ્ણ – એકાગ્રતામાં વૃદ્ધિ – માનસિક શાંતિ – વીર્ય રક્ષક

પશ્ચિમોત્તાનાસન "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend) – સ્નાયુ અને માસંપેશીમજબૂત-ચાલવાની શક્તિ-પેટના અવયવો સબળ-પાચનશક્તિ વધે-પેટના સ્નાયુઓ મજબૂત-પેટ અને કમરની ચરબી દૂર-સાયટિકામાં ફાયદો – હાઈટ વધા

ભુજંગાસન "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

ભુજંગાસન (Cobra Pose) – પેટના સ્નાયુ કાર્યશીલ – વાયુ, કબજિયાતમાં ફાયદો -ખભાની માંસપેશી અને છાતી વિકસે-શ્વસનતંત્ર કાર્યક્ષમ – હૃદય સક્ષમતા-ગર્ભાશય અને બીજાશય સુધરે-મગજના જ્ઞાનતંતુઓ બળવાન – કફ, પિત્ત પ્રકૃતિ દુરકરે

 ધનુરાસન 1 "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

ધનુરાસન (Bow Pose) – ફેફસાં મજબૂત-હાથ તથા છાતીના સ્નાયુઓ સુદૃઢ-મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ દૂર-પીઠની માંસપેશી માટે અકસીર-પેટની ચરબી દૂર

halasana "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

હલાસન (plough pose) – કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડા માટે અકસીર – બરોળ અને યકૃત સુદ્રઢ – થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે – અનિંદ્રા દૂર થાય – સ્ત્રીઓને લાભ કરતા

મત્સયાસન "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

મત્સ્યાસન (Fish Pose) – ગરદન અને ખભાના સ્નાયુઓને મજબુત – બુદ્ધિનો વિકાસ – લોહીનું પરિભ્રમણ વધે – ફેફસાં અને કાકડાના રોગોમાં ફાયદો – આંતરડાને કસરત – પાચનતંત્ર કાર્યક્ષમ – જઠરાગ્નિ પ્રદીપ્ત – દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસમાં રાહત – સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા દૂર થાય

સર્વાંગ "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

સર્વાંગાસન (Shoulder Stand) – યાદશક્તિ વધે – માનસિક શ્રમીક માટે લાભકારી – થાઈપોઈડ ગ્રંથિ તંદુરસ્ત – લોહીનું પરિભ્રમણ વધારે – સ્ત્રીપુરુષની જનનગ્રંથિને લાભકારક – સ્વપ્નદોષ દૂર થાય – પાચનતંત્રની કાર્યક્ષમતા વધે – ખીલ અને ડાઘા દૂર કરે – કબજિયાત, સારણગાંઠ, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં રોગો, લોહીવિકાર, માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો વગેરેમાં લાભકારી

મત્સોન્દ્ર "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

મત્સ્યેન્દ્રાસન (Spinal Twist) – મત્સ્યેન્દ્રાસન પેટના અંદરના અવયવોનું સ્વાસ્થ્ય સુધરે – અજીર્ણ, મંદાગ્નિ દૂર થાય – યૌવનની પ્રાપ્તિ – કરોડરજ્જુની સમસ્યાઓ દૂર- સંધિવા મટે – કફ પ્રકૃતિવાળા માટે  લાભદાયી

મયુર "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

મયૂરાસન (peacock pose) – વાત, પિત્ત, કફ અને આળસ દૂર થાય – પેટના દર્દમાં ઉપયોગી – ભૂખ ઉઘડે – કબજિયાત દૂર થાય – ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભકરતા – જઠર અને લીવરની સમસ્યાઓમાં રાહત – જાતીય નબળાઈઓ દૂર થાય

પદ્મા "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

પદ્માસન (Lotus pose) – ઢીંચણો આરોગ્યવાન બને – હૃદય માટે ફાયદાકારી – જઠરાગ્નિ પ્રદીપ્ત થાય – વાત, પિત્ત, કફનું શમન – આળસ દૂર થાય – ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ મટે

સસસ "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા 

શલભાસન (Locust Pose) – કબજિયાત મટે – લીવર અને યકૃતની સુધરે – ફેફસાં મજબૂત બને – હૃદયના સ્નાયુઓ મજબૂત બને – જમ્યા પછીના પેટના દુખાવાને મટાડે

શીર્ષા "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

શીર્ષાસન (Head Stand) – મુખ તેજસ્વી બને – લોહીના વિકારોથી થતા રોગો મટે – અશુદ્ધ લોહી દૂર થાય – ધોળા વાળ કાળા થાય – કરચલીઓ ઘટે, સ્મરણ શક્તિ વધે – બુદ્ધિ તીક્ષ્ણ થાય – આંખ, કાન, નાક, ગળાના સામાન્ય દોષો દુર થાય – આંખની દૃષ્ટિ સુધારે

વજ્રા "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

વજ્રાસન (Diamond Pose) – લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે –  પેટનો વાયુ નાશ પામે  – પાચન શક્તિ વધે – અજીર્ણ દૂર થાય

સુપ્ત "યોગ કરો સ્વસ્થ રહો" - જાણી લો આવા છે યોગાસનોનાં ફાયદા

સુપ્ત વજ્રાસન(Latent  Diamond Pose ) – પેટના સ્નાયુઓ મજબુત – જઠરાગ્નિ પ્રદીપ્ત થાય – પાચનશક્તિ વધે –  કબજિયાત, અજીર્ણ નાબૂદ થાય – કરોડરજ્જુને લગતા દુખાવા દૂર થાય – ઢીંચણના દુઃખાવામાં અકસીર છે.

આપણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……..

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.